• Gujarati News
  • માતા પિતાના ગૃહકલેશમાં પુત્રએ ફાંસો ખાધો

માતા-પિતાના ગૃહકલેશમાં પુત્રએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટારનાતળાવિયા પરિવારના 18 વર્ષીય પુત્રએ પોતાના ઘરે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લઈ મોત વ્હાલું કરી લીધું હતું. પુત્ર માતા-પિતા વચ્ચે ચાલતા ઘરકંકાશ અને ઝઘડાને લીધે ડિપ્રેશન અનુભવતો હતો. ત્યારે સામી દિવાળીએ માતા ઘર છોડીને ચાલી જતાં બાબતે પુત્રને લાગી આવતા અને પિતા સાથે બોલાચાલી થતાં તેમણે અા અંતિમ પગલું ભરી લીધું હતું.

બનાવની સિવિલ હોસ્પિટલ તથા ખટોદરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે બારડોલીના મૂળ વતની રાજુભાઈ તળાવિયા લૂમ્સ ખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તેમનાં પત્ની તથા સંતાનમાં નાનો પુત્ર પીયૂષ અને 18 વર્ષીય મોટો પુત્ર આશિષ છે. બંને પુત્રો પણ કારખાનામાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. જોકે રાજુભાઈ અને તેની પત્ની વચ્ચે નાની-નાની બાબતોમાં ઘરકંકાશ થતો હતો. ઝઘડામાં તેના મોટા પુત્ર આશિષ પર માનસિક વિપરીત અસર થતી હતી. દરમિયાન થોડા સમય અગાઉ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. તેથી આશિષ દુ:ખી હતો. મામાને ત્યાં રહેતી માતાને તે મળવા માટે જતો હતો. દરમિયાન શુક્રવારે બપોરના સુમારે નાનો ભાઈ ઘરે આવતા મોટા ભાઈ આશિષ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને પિતા રાજુભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતાં ફરજ પરના સીએમઓ ડો.નિશાચંદ્રાએ મૃત જાહેર કર્યો હતો.