તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચોમાસા પછી સીધા ઉનાળાની અસર, શહેરમાં અસહ્ય ઉકળાટ

ચોમાસા પછી સીધા ઉનાળાની અસર, શહેરમાં અસહ્ય ઉકળાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાપછી શિયાળાને બદલે શહેરમાં બળબળતા ઉના‌ળા જેવી અસર વર્તાવા માંડી છે. સતત એક સપ્તાહ પછી પણ શહેરમાં ગરમીનો પારો ઉંચે નોંધાય રહ્યો છે. સોમવારે શહેરમાં તાપમાનનો આંક 35 ડિગ્રીએ નોંધાયો હતો. જોકે, શહેરમાં તેની અસર 38 ડિગ્રી જેટલી અનુભવાઈ હતી. હવામાં ભેજને કારણે અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. ચોમાસું પૂરું થાય પછી ધીમા પગલે ઠંડીની અસર વર્તાવી જોઈએ પરંતુ હજુ ઠંડીના કોઈ આસાર નથી દેખાતા. આવું થવા પાછળ હજુ ઇશાન તરફથી આવતાં પવનો શરૂ નહીં થયાં હોવાને કારણે આવી અકળાવનારી સ્થિતિ થઈ રહી છે. એટલું નહીં હજુ ચાર-પાંચ દિવસ અકળામણ અનુભવાય તેવું હવામાનના અભ્યાસુઓનું માનવું છે.

ચોમાસું હવે પૂરું થઈ ચૂક્યું છે. માત્ર સત્તાવાર જાહેરાતની વાર છે. સામાન્ય રીતે પહેલાં નોરતાથી ઠંડીની ધીમી અસર અનુભવાય તેવું ઋતુચક્ર છે. આખી નવરાત્રિ પૂરી થઈ ચૂકી છે. ચંદની પડવો પણ હવે બે દિવસમાં આવી જાય તેમ છે. છતાં શહેરમાં ઠંડીની અસર તો શરૂ થઈ નથી પણ ઉપરથી ગરમીનો પારો લોકોને અકળાવી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી અનુભવાઈ રહેલી ગરમી ફરી ફરી સોમવારે પણ અકબંધ રહી હતી. શહેરમાં ભારે ઉકળાટનું વાતાવરણ રહ્યું હતું. દિવસ દરમિયાન ગરમીનો આંક 35 ડિગ્રી સુધી પહોંચ્યો હોવાનું નોંધાયું હતું. ગરમીની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધતાં ભારે બફારો પણ અનુભવાયો હતો.

સોમવારે સવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળોની ગેરહાજરી નોંધાઈ હતી. આનેલીધે દિવસ દરમિયાન ગરમીનો પારો સવારથી ધીમે ધીમે ઉપર ચઢવા માંડ્યો હતો. સવારે 9 વાગ્યે 28 ડિગ્રી ઉપર નોંધાયેલો તાપમાનનો પારો ખૂબ ઝડપથી ઉંચે ચઢતો ગયો હતો. ત્રણ વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો હોવાનું નોંધાયું હતું.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે સોમવારે તાપમાનો આંકડો 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી ઉપર નોંધાયો હતો. જોકે, ટેમ્પરેચર રિડિંગ યુનિટ મુખ્ય શહેરથી થોડે દૂર છે. જ્યારે મુખ્ય શહેરની અંદર વાહનો અને ઔદ્યોગિક એકમોના ધૂમાડા, કમર્શિયલ એકમોમાં એરકંડીશન ધમધમતા હોય, શહેરમાં ગરમીનો અનુભવ 38 ડિગ્રી જેટલો થયો હતો.

હવામાં ભેજને લીધે બફારો પણ વધ્યો

સોમવારે બપોરેત્રણ વાગ્યે જ્યારે ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો હતો ત્યારે હવામાં ભેજનું પ્રમાણ માત્ર 58 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ પણ ગરમીની સાથે સતત વધતું રહ્યું હતું. આનેલીધે સુરતીઓને ઉકળા