તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજે શરદપુર્ણિમા, કાલે ચંદની પડવાની ઉજવણી

આજે શરદપુર્ણિમા, કાલે ચંદની પડવાની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસોસુદપુનમનો પ્રારંભ આજે સાંજે 7:15 કલાકે થશે અને તેની પુર્ણાહૂતિ બુધવારે સાંજે 4 કલાકે થશે આથી શહેરીજનો ચંદની પડવાની ઉજવણી બુધવારે કરશે.જોકે, કેટલાક ભકતો જાગરણ કરી માતા મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરવા પુજન કરશે.વધુમાં શરદપુનમનાં દિવસે ચંદ્ર સોળેકળાએ ખીલતો હોય તેનો પ્રકાશ તેજશવાન હશે દિવસે ચંદ્રનાં પ્રકાશમાં અમૃત હોય છે. જેના કારણે સ્વાસ્થ્ય સારૂ રહે છે અને રોગોમાંથી મુક્તી મળે છે.અને તેના કારણે માતાજીને પ્રીય ખીરનો પ્રસાદ તથા દુધપૌઆ બનાવીને રાત્રે ચંદ્રનાં પ્રકાશમાં મુકવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શરદપુનમએ મહાલક્ષ્મીમાતા ખાસ ધરતી પર ભ્રમણ કરવા માટે આવે છે અને જે ભકતો જાગરણ કરે છે તેમના પર તેઓ વિશેષ આર્શિવાદ વરસાવતા હોય છે. અને પ્રસન્ન થાય છે. જે પ્રમાણે શાસ્ત્રોમાં શરદ પુનમને કોજાગરી પુર્ણીમા કહે છે. અને તેની ઉજવણી કરાય છે.અને ખાસ દિવસે ચંદ્ર ધરતીની એકદમ નજીક આવે છે તેથી કાર્તિકસ્નાન પણ કરવાથી વિશેષ લાભ થાય છે તેવું પંડિત ગીરીરાજ મહારાજે જણાવ્યું હતું.વધુમાં કોજાગરી પૂનમની ઉજવણી સૌરાષ્ટ્રવાસીઓ વિશેષ પ્રમાણમાં કરે છે.આ દિવસે માતાજીને ફળ,નૈવેધ અથવા પુજા કરીને વિશેષ ફળ મેળવી શકાય છે.તેથી મથુરા ખાતે શ્રીકૃષ્ણ અને રાધાની પૂજા કરાય છે અને ઇષ્ટદેવની આરાધના કરવાથી સુખ,શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે.