તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિલ્સ નર્સરીના સંચાલકના વર્તન સામે વાલીઓનો વિરોધ

હિલ્સ નર્સરીના સંચાલકના વર્તન સામે વાલીઓનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિલ્સનર્સરીમાં નાના બાળકો સાથે રીહર્સલ દરમિયાન સંચાલક શહેનાઝ હિલ્લુવાલાના ખરાબ વર્તનનો વિડીયો સમગ્ર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી રહ્યો છે.વિડીયોમાં સંચાલકના બાળકો પરના દમન જોઇને વાલીઓ પણ આવા વર્તન સામે વિરોધ દર્શાવ્યો છે.મંગળવારે કેટલાક વાલીઓ સંચાલકનો વિરોધ કરવા માટે રૂસ્તમપૂરા ખાતે પહોંચી વિરોધ દર્શાવવાના છે.

નર્સરીના બાળકોને ખૂબ ઉત્સાહ,ઉતાવળ અને ઝડપથી રિહર્સલ પૂરું કરવા માટે વાળ પકડીને ઉંચકીને સાઇડ પર ખસેડવામાં આવી રહ્યા હતા.સામાન્ય રીતે આવી ઘટનાઓ તો શાળાઓમાં વારંવાર બનતી હોયતેવુ વાલીઓમાં ચર્ચા ચાલી રહી છે.