• Gujarati News
  • કથા સંપદામાં ડો.ભૂિમ દેસાઇ લગ્ન અને કમિટમેન્ટ િવશે વાત કરી

કથા-સંપદામાં ડો.ભૂિમ દેસાઇ લગ્ન અને કમિટમેન્ટ િવશે વાત કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કથા-સંપદામાં ડો.ભૂિમ દેસાઇ લગ્ન અને કમિટમેન્ટ િવશે વાત કરી

CITY EVENT

િસટી રીપોર્ટર :સુરત

‘તમેમને ગમો છો અને હું તમારા માટે બધું કરી શકીશ-ગમતી વ્યકિતને આવું બધાં કહેતા હોય છે અને તમે કહેલી વાત તમારા િરલેશનશીપમાં પ્રોબ્લેમ્સ િક્રએટ કરે છે. આપણે પુટ-ઓન િબહેવીઅરમાં િબલીવ કરીએ છીએ. સામેની વ્યકિત આપણને પસંદ કરે, આપણને હા પાડી દે અથવા તો આપણને રિજેક્ટ ના કરે માટે આપણે કાેઇપણ કમિટમેન્ટ કરી દઇએ છીએ. સમય જતા કમિટમેન્ટ્સ રિલેશનશીપના કમિટમેન્ટને જોખમમાં મૂકી દે છે.’ ડો.ભૂિમ દેસાઇએ લગ્ન કરતા પહેલા કયા કમિટમેન્ટ કરશો િવષય પર યોજાયેલી એક ટોકમાં વાત કથા-સંપદામાં કરી હતી.

એમણે કહ્યું કે, આપણે ક્યારેય પણ કોઇપણ વ્યકિતની સામે જેવા છીએ એવા પ્રગટ થતા નથી. આપણે આપણા ચહેરા પર મ્હોરું લગાવીએ છીએ અને પછી જે-તે વ્યકિતની સામે જઇએ છીએ. લગ્ન વખતે જીવનસાથીની પસંદગી વખતે અપ્રુવલ લેવાની હોય કે આપવાની હોય ત્યારે પણ આપણે મ્હોરું પહેરીને જઇએ છીએ. લાંબો સમય સુધી મેકઅપ ચહેરા પર ટકી શકતો નથી એમ મ્હોરું પણ ચહેરા પર ટકી શકતું નથી. ગમતી વ્યકિત હા પાડી દે માટે આપણે કોઇપણ કમિટમેન્ટ કરી દઇએ છીએ, કારણ કે એને સારું લાગે. લગ્ન થઇ ગયા પછી કમિટમેન્ટ પાળીએ પણ છીએ પણ પુટ-ઓન િબહેવીઅર લાંબુ ટકતું નથી અને પાછળથી ગૂંગળામણ થવા માંડે છે. ગૂંગળામણ કોઇપણ રિલેશનશીપ પર હાવી થઇ જાય ત્યારે રિલેશનશીપ જોખમમાં મૂકાઇ જાય છે અને એટલે જેવા છો એવા રહો.

‘ગમતી વ્યકિત સામે મ્હોરું ના પહેરો, જેવા છો એવા રહો’