તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 8મી ઓક્ટોબર બુધવારના રોજ બપોરે 3 કલાકે ‘સંગીતમાં ઓમકાર સાધના

8મી ઓક્ટોબર બુધવારના રોજ બપોરે 3 કલાકે ‘સંગીતમાં ઓમકાર સાધના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8મી ઓક્ટોબર બુધવારના રોજ બપોરે 3 કલાકે ‘સંગીતમાં ઓમકાર સાધના અને સ્વર સાધનાનું મહત્વ’ વિષય પર સુનીલ મોદી સ્પેશિયલ વર્કશોપ કન્ડક્ટ કરશે જ્યારે 9મી ઓક્ટોબર ગુરુવારે જાણીતા નૃત્યવિદ્ દર્શના વિકાસ વર્કશોપ કન્ડક્ટ કરશે. જ્યારે 10 મી ઓક્ટોબરે ‘શેક્સપિયર જુલીયસ સીઝર’ ની મંચ પર રજુઆતની પ્રક્રિયા વિષય પર સૌનલ વૈધ્ય-કુલકર્ણી વાત કરશે.

નાટક-નૃત્ય-સંગીતના વર્કશોપ

{આ વર્કશોપમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

કોલેજને 4 વર્ષ પૂરા થતા ત્રણ િદવસ આર્ટ વર્કશોપ યોજાશે

NEXT EVENT

િસટી રીપોર્ટર :સુરત

સ્કોપાકોલેજમાં 8મી ઓક્ટોબરથી એક સાંસ્કૃિત ઉત્સવ ઉજવાશે. જેમા 14 જેટલા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સ્કોપાને ચાર વર્ષ પૂરા થવાના સેિલબ્રેશન અંતર્ગત યોજાનારો ઉત્સવ 8મી ઓક્ટોબરે શરૂ થઇ 10મી ઓક્ટોબરે પૂરો થશે.

ઉત્સવમાં પહેલા િદવસે સંગીત, બીજા િદવસે નૃત્ય અને ત્રીજા દિવસે નાટકને લગતા કાર્યક્રમો યોજાશે.

વર્કશોપમાં સુરતના કોઇપણ કલાકારો કે િવદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. માટે સ્કોપા કોલેજનો રૂબરૂ કોન્ટેક્ટ કરવાનો રહેશે અથવા તો બપોરે 2થી રાત્રે 8 વાગ્યા દરમિયાન 2463468 નંબર પર કોલ કરીને રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. ત્રણેય દિવસે રાત્રે એક સ્પેિશયલ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં પહેલા દિવસે સાંજે રાજેશ કેલકર શાશ્ત્રીય ગાયન રજુ કરશે જ્યારે ગુરુવારે સાંજે ભરતનાટ્યમ તેમજ કથક નૃત્યો સિટીના ગ્રુપ દ્વારા પરફોર્મ કરાશે.

8મીથી સ્કોપામાં ઉજવાશે 3 િદવસનો સાંસ્કૃતિક જલસો