• Gujarati News
  • કાકરા ખાડી પર 13 કિલોમીટર સુધીનો નવો કોરિડોર બનાવાશે

કાકરા ખાડી પર 13 કિલોમીટર સુધીનો નવો કોરિડોર બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

શહેરમાંથીપસાર થતી થતી કાકરા ખાડી પર બમરોલીથી સારોલી વચ્ચેના 13 કિલોમીટરને નવા કોરિડોર હેઠળ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં 262 કરોડના ખર્ચે કાકરાખાડીને વિકસાવવામાં આવ્યા બાદ બમરોલીથી સારોલી જવા માટે લોકોને નવો વૈકલ્પિક રસ્તો મળી રહેશે.

ખાડી રીડવલપમેન્ટ હેઠળ શહેરની તમામ ખાડીઓને રિડેવલોપ કરવાની કામગીરી આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે. તેમાં કાકરા ખાડી, કોયલી ખાડી, મીઠી ખાડી અને વરાછા ખાડીને વિકસાવવાની યોજના અમલમાંં મુકવામાં આવી છે. તે પૈકી કાકરા ખાડીને વિકસાવવાની કામગીરી મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે. તે કામગીરી પુરી થયા બાદ લોકોને બમરોલીથી સારોલી સુધી જવા માટે નવો વૈકલ્પિક રસ્તો મળી રહેશે. કામગીરી હેઠળ હાલમાં સારોલી ખાતે આવેલા લેન્ડમાર્કથી બમરોલી આર્શીવાદ એન્કલેવ સુધી 13 કિલોમીટર સુધી ખાડીને નવો ઓપ આપવામાં આ‌વનાર છે. હાલમાં મહાનગરપાલિકાએ કાકરા ખાડીને રીડેવલપ કરવાની કામગીરી શરૂ કરી છે. ત્યાર બાદ તબક્કાવાર મીઠીખાડી, કોયલી ખાડીને વિકસાવવામાં આ‌વનાર છે. તેમાં ખાડીની બંને તરફ દિવાલ બનાવી તેના પર આરસીસીના બ્લોક બેસાડી દેવામાં આવશે. તેના કારણે ખાડીની અંદર કરવામાં આવતા દબાણની સમસ્યામાંથી પણ છુટકારો થશે.

બમરોલીથી સારોલી 10 મિનીટમાં પહોંચી જવાશે

બમરોલીથીસારોલીસુધી કાકરા ખાડીને નવો ઓપ આપવામાં આવ્યા બાદ તેના પર 6 મીટર પહોળાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવનાર છે. તેના કારણે બમરોલીથી સારોલી જવા માટે લોકોને નવા રસ્તાનો વિકલ્પ મળી રહેશે. જેથી બમરોલીથી સારોલી 10થી 15 મિનિટમાં પહોંચી જવાશે. પરંતુ રસ્તા પર ભારે વાહનો પસાર થઇ શકશે નહીં તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરાશે.

કાંકરાખાડીને અમદાવાદના રીવરફ્રન્ટના ઓપ અપાશે

કાકરાખાડીનેનવો ઓપ આપવાની કામગીરી હેઠળ સમગ્ર ખાડીને આરસીસીથી કવર કરી દેવામાં આવશે અને કેટલીક જગ્યાએ ખાડી રીએમબેસમેન્ટ હેઠળ રબર મુકવામાં આવનાર છે. તે કામગીરી પુરી થતાની સાથે કાકરા ખાડીને અમદાવાદ ખાતે બનાવવામાં આવેલા રિવરફ્રંટની માફક વિકસાવાશે. તેના કારણે લોકોને હરવા ફરવા માટેનું નવું સ્થળ પણ મળી રહેશે.

ખાડી પૂરમાંથી લોકોને છૂટકારો મળવાની શકયતા

સુરતજિલ્લામાંભારે વરસાદ પડે તો શહેરમાં આવેલી ખાડીમાં પાણીની માત્રામાંં વધારો થતા ખાડીપુર આવવાની શકયતા વધી જાય છે. કારણ કે ખાડીની આસપાસ કરવામાં આવેલા દબાણોને કારણે ખાડીમાં આવતા પાણી રોકાઇ જાય છે. તેને લીધે ખાડી પુર આવવાની શકયતા રહેલી છે. પરંતુ ખાડી રીડવલેપમેન્ટ હેઠળ ખાડીને નવો ઓપ આપવામાં આવ્યા બાદ વરસાદી પાણીનો સરળતાથી નિકાલ કરી શકાશે. તેના કારણે ખાડીપુર આવવાની શકયતામાં ઘટાડો થવાનો છે.

બમરોલીથી સારોલી સુધી કાકરા ખાડીને નવો ઓપ આપવામાં આવ્યા બાદ તેના પર 6 મીટર પહોળાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવનાર છે.

262 કરોડના ખર્ચે ખાડીને નવો ઓપ અપાશે