• Gujarati News
  • શહેરના રિઝર્વ પ્લોટ્સ ફરતે દીવાલ બનાવાશે

શહેરના રિઝર્વ પ્લોટ્સ ફરતે દીવાલ બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકાએ શહેરભરમાં વિવિધ સ્થળોએ રિઝર્વ પ્લોટ ખાલી મૂક્યા છે. પ્લોટની અંદર કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે ખોટી રીતે લોકો પ્રવેશ કરી પ્લોટનો ઉપયોગ કરે તે માટે પાલિકા દ્વારા નવી ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી છે. જે મુજબ હવે શહેરના તમામ રિઝર્વ પ્લોટ પર 3 ફૂટ સુધીની દીવાલ અને તેની ઉપર તારની ફેન્સિંગ કરવામાં આવશે.નવી ડિઝાઇનને કારણે અંદર કોઈ ગેરકાનૂની ઉપયોગ કે ખોટા લાભ લઈ શકે તે હેતુથી ડિઝાઇન પસંદ કરવામાં આવી છે.