• Gujarati News
  • હવે લગ્ન સામાજિક પ્રસંગ માટે કમ્યુનિટી હોલ ભાડે લે‌વો સરળ

હવે લગ્ન- સામાજિક પ્રસંગ માટે કમ્યુનિટી હોલ ભાડે લે‌વો સરળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારસુધી પાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ ભાડે રાખ્યા બાદ કબજો એક દિવસ પહેલા મેળવવો હોય તો ઝોનલ ચીફની મંજુરી લેવી પડતી હતી પરંતુ હવે મંજુરી બુકીંગ કરનાર આપી શકશે. સ્થાયી સમિતિએ ઉપરાંત પણ કોમ્યુનિટી હોલ સંદર્ભે અનેક સુધારા કર્યા છે. નવી નિતીને સ્થાયી સમિતિએ મંજુરી આપતા તમામ ઝોનમાં તેનો અમલ પણ કરી દેવાશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ નિરવ શાહે જણાવ્યુ હતુ કે કોમ્યુનિટી હોલ ભાડે રાખનારાઓને તકલીફ નહી પડે તે માટે કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે. તમામ ઝોનમાં એક સરખા નિયમો કોમ્યુનિટી હોલ ભાડે રાખનારાઓ માટે લાગુ કરવામાંં આવ્યા છે. લોકોને સૌથી મોટી તકલીફ કોમ્યુનિટી હોલ ભાડે રાખ્યા બાદ એક દિવસ પહેલા તેનો કબજો મેળવવા ઝોનલ ચીફની મંજુરી લેવી પડતી હોય છે. હવેથી મંજુરી હોલ ભાડે આપવાની કામગીરી કરનાર કર્મચારી તેની મંજુરી આપશે. જોકે માટે વધારાના એક હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો તે નહીં આપે તો હોલ ભાડે રાખનારની ડીપોઝીટમાંથી રકમ કાપી લેવામાં આવશે. બુધવારે મેરેજ હોય તો દિકરીને બુધવારે નહીં વળાવવાની પરંપરા છે. દિવસે હોલને રાત્રે એક વાગ્યા સુધી રાખી શકાશે. જેથી દિકરીને 12 વાગ્યા પછી વળાવી શકે. કોમ્યુનિટી હોલ મેળવવાના નિયમો સરળ બનાવ્યા બાદ લગ્ન સહિત સામાજીક પ્રસંગો માટે લોકો તેનો વધુ ઉપયોગ કરે તો મનપાને માેટી આવક ઉભી થઇ શકે છે.

સરખા નીતિ નિયમો

સુરતમહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલને ભાડે આપવા માટે પાલિકા દ્વારા બે પત્રકો તૈયાર કરવામાં આવ્યા છે.એક પત્રકમાં શહેરના કોઇ પણ વિસ્તારના કોમ્યુનીટી હોલ માટેના નિતિ નિયમો એક સમાન રહેશે તેમાં કોઇ ફેરફાર નહી કરી શકાય,જ્યારે બીજા પત્રકમાં કોમ્યુનીટી હોલનું ભાડું વિસ્તાર મુજબ નક્કી કરાશે.

કયા નિર્ણયો લેવાયા

- કોમ્યુનિટીહોલ ભાડે લેનારે એક દિવસ પહેલા કબજો મેળવવા ઝોનલ ચીફની મંજુરી લેવી નહી પડે

-બુધવારનાદિવસે હોલનો કબજો રાત્રે 1 કલાક પછી આપી શકાશે

-શહેરમાંઆવેલા તમામ 27 કોમ્યુનિટી હોલમાં એક સરખી નિતી બનાવવામાં આવી