તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરત બોઇસર વચ્ચે ટ્રેનોમાં લૂંટ કરતી ગેંગના બે ઝડપાયા

સુરત-બોઇસર વચ્ચે ટ્રેનોમાં લૂંટ કરતી ગેંગના બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથીમહારાષ્ટ્રના બોઇસર સ્ટેશન વચ્ચે ખાસ કરીને મોડી રાત્રીએ દોડતી ટ્રેનમાં લૂંટ ચલાવતી ટોળકીના બે સાગરિતોને વાપી જીઆરપી અને આરપીએફના સ્ટાફે મહા મુસીબતે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ટ્રેનમાં લૂંટ કરનારી ટોળકીએ અનેક લૂંટની ઘટનાને ભૂતકાળમાં અંજામ આપ્યો હોવાનું જીઆરપીએ જણાવ્યું છે.

કોચ્ચીવલીથી બિકાનેર જઇ રહેલી ટ્રેનમાં લૂંટારૂઓ ચાકુની અણીએ મુસાફરો પાસેથી લૂ઼ટ ચલાવી રહ્યા હોવાની બાતમી વાપી જીઆરપીને મળી હતી. વાપીના જીઆરપીની ટીમે આરપીએફની સાથે ટ્રેનના જે કોચમાં લૂ઼ટારૂઓ હતા તેને કોર્ડન કરી લીધો હતો. વાપી સ્ટેશને પ્લેટફોર્મ નંબર 3 ઉપર ટ્રેન આવતાની સાથે ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડવા માટેજીઆરપી અને આરપીએફે ઓપરેશન હાથ ધયુર્ં હતું. જોકે, પોલીસને જોતા ત્રણેય લૂ઼ટારૂઓએ હુમલો કરવાની કોશિશ કરી હતી. જીઆરપીની ટીમે એક લૂંટારૂને ઝડપી લીધો હતો. જ્યારે બે લૂંટારૂઓ વાપી સ્ટેશનની બહાર નીકળી ગીતા નગર તરફ ભાગી છૂટયા હતા. જીઆરપીના સ્ટાફે તેમનો પીછો કરીને વધુ એક લૂંટારૂને ઝડપી લીધો હતો. બંને લૂંટારૂઓ રાજકુમાર ઉર્ફે ચોબે જનધારી યાદવ (29, ઉત્તરપ્રદેશ) અને રાજુ કાલુ ચાવડા કોસાડ, સુરત) તરીકે ઓળખ થઇ હતી. ગેંગ દ્વારા ભૂતકાળમાં પણ નાઇટની ટ્રેનમાં અનેક લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટોળકી ખાસ કરીને મહારાષ્ટ્રના બોઇસર સ્ટેશનથી લઇને સુરત સુધીમાં લૂંટ ચલાવતી હતી.

સેલવાસનો એકયુવક જે ટ્રેનમાં લૂંટારૂઅો હતા તેમાં મુસાફરી કરી રહ્યો હતો. તે મુંબઇથી સેલવાસ આવી રહ્યો હતો. લૂંટારૂઓના આતંક અંગે તેમણે પિતાને ફોન કરીને જાણ કરી હતી. યુવકના પિતા વાપી સ્ટેશને તેમને લેવા માટે આવ્યા હોવાથી તેમણે અંગે જીઆરપીનો સંપર્ક કરીને જાણ કરાતા તાત્કાલિક પોલીસ સ્ટાફે ટ્રેનને કોર્ડન કરીને લૂં઼ટારૂને ઝડપી લીધા હતા.

સેલવાસના યુવકની હિંમત રંગ લાવી