CITY EXHIBITION
સાયન્સ સેન્ટરમાં 850થી વધુ પેઇન્ટિંગ 8 ઓક્ટોબર સુધી જોઇ શકાશે
: પ્રદર્શનમાંક્રાફ્ટ એલિમેન્ટ પણ ડિસપ્લે કરાયા છે
‘સેવ એનિમલ’ થીમ પર પેઇન્ટિંગ એક્ઝિબિશન
િસટી રીપોર્ટર :સુરત
વાઇલ્ડલાઇફ એનિમલ્સ માટે અવેરનેસ ક્રિઅેટ કરવા માટે સુરત મહાનગર પાલિકા, બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી અને સુરત વન વિભાગ દ્વારા એનિમલ એન્ડ બર્ડ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. એક્ઝિબિશનમાં 850થી વધુ નેચરલ પેઇન્ટિંગ ડિસપ્લે કરવામાં આવ્યા છે. તમામ પેઇન્ટિંગ ‘જોર લગા કે હૈયા’, ‘ક્વીન ઓફ ટ્રીઝ’ અને ‘બ્યુટી વિધાઉટ બ્રેઇન’ સબ્જેક્ટ પર સુરત, વડોદરા, આણંદ અને અમલસાડ સિટીના ફાઇન આર્ટ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા રેડી કરવામાં આવ્યા છે. એક્ઝિબિશનમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ 50 વાઇલ્ડ એનિમલના પોસ્ટર ડિસપ્લે કરવામાં આવ્યા છે, જેમાં સ્લોથ બેર, બ્લ્યૂ બુલ, વલ્ચર, વેટલેન્ડ બર્ડ, લેપર્ડ, લાયન, સારસ ક્રેન વાઇલ્ડ એસ જેવા એનિમલ વિશેની ઇન્ફર્મેશન પોસ્ટર દ્વારા આપવામાં આવી છે. એક્ઝિબિશન સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં 8 ઓક્ટોબર સુધી જોઇ શકાશે, જેમાં કોઇ પણ સુરતી પાર્ટ લઇ શકે છે
તો પછી બુક્સમાં બર્ડ જોવા મળશે
બર્ડલવર વિશાખા કાંટાવાળાએ કહ્યુ હતું કે ‘તુઇ, શકરો, ગીધ, બ્લેકનેક જેવા બર્ડ હવે ગુજરાતમાં મુશ્કેલીથી જોવા મળે છે. જો પક્ષીઓની માવજત કરવામાં નહીં આવે તો ફ્યુચર જનરેશન બુક્સમાં પક્ષીઓ જોઇ શકશે.