• Gujarati News
  • કુવાડવા રોડ પર પુલ પાસે બસ રોડ નીચે ઉતરી ગઇ

કુવાડવા રોડ પર પુલ પાસે બસ રોડ નીચે ઉતરી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવા રોડ પર પુલ પાસે બસ રોડ નીચે ઉતરી ગઇ

સુરતથી કોડીનાર તરફ જઇ રહેલી હરિ ટ્રાવેલ્સની બસ મંગળવારે મોડીરાત્રે કુવાડવા રોડ પર પુલ નજીક પહોંચી હતી ત્યારે કોઇકારણસર ચાલકે સ્ટિયિંરગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ લોખંડની રેલિંગ તોડી રોડ નીચે સાઇડમાં ઉતરી ગઇ હતી. બસ રોડ નીચે ઉતરતા જ મુસાફરો ગભરાઇ ગયા હતા અને મુસાફરોની ચીસોથી રોડ ગૂંજી ઊઠયો હતો. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી અને મુસાફરોને બહાર કાઢી ક્રેઇનની મદદથી બસ રોડ પર ખેંચી કાઢી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે, બસમાં ૪૨ મુસાફરો હતા પરંતુ, સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. ઘટના બાદ ડ્રાઇવર-કિલનર નાસી છૂટયા હતા. પોલીસે ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી હતી.