• Gujarati News
  • બિહારથી વધુ વાહનો સુરતમાં છે પોલીસને વધુ પરસેવો પાડવો પડશે

બિહારથી વધુ વાહનો સુરતમાં છે પોલીસને વધુ પરસેવો પાડવો પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વરઘોડા કાઢનારા દંપતિઓનું સન્માન સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ શહેરની ટ્રાફિક સમસ્યાના ભારણનું ઉદાહરણ કંઇક અલગ અંદાજમાં આપતા કહ્યું કે, શહેરની વસ્તી ૫૦ લાખની છે તેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સંખ્યા ૩૦ લાખ છે. આખા બિહારમાં નથી એના કરતા માત્ર સુરતમાં વાહનો વધારે છે. હજુ ભારણ વધશે પછી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પોલીસને પણ ટ્રાફિક નિયમનમાં વધુ પરસેવો પાડશે.