• Gujarati News
  • કારીગરોનો ડેટા એકત્ર કરવા એજન્સી નિમાશે

કારીગરોનો ડેટા એકત્ર કરવા એજન્સી નિમાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

શહેરીજનોનેકડીયા, સુથાર, લુહાર કે પછી ઘરને રંગનાર રંગારાને શોધવા માટે ચાર રસ્તા કે પછી દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શોધવા જવાની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે આંગળીના ટેરવે મદદ મળી શકે તેવી ‘સફલ’ એપ્લીકેશન બનાવી છે. એપ્લીકેશનમાં આવા કારીગરોના ડેટા એકત્ર કરવા માટેની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. જેથી આગામી દિવસોમાં તેની મંજુરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં કારીગરો ઉભા રહેતા હોય છે. આવા કારીગરોને મહાનગરપાલિકાએ એસ કનેકટ કાર્ડથી જોડી દેવાના પ્રોજેકટની શરૂઆત તો કરી દીધી છે. તે માટે ‘સફલ’ એપ્લીકેશન પણ મહાનગરપાલિકાએ બનાવી દીધી છે. પરંતુ તેમાં કયા વિસ્તારમાં કયા કારીગરો મળશે તેનો ડેટા એપ્લીકેશનમાં નાંખવામાં આવ્યો નથી. એપ્લીકેશનમાં ડેટા નાંખવા માટેની કામગીરી ખાનગી એજન્સીને સોંપવાનો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આ‌વશે. તેમાં એજન્સી દ્વારા વિસ્તાર પ્રમાણે સર્વે કરાશે અને કઇ જગ્યાએ કારીગર રહે છે તેમજ કયા વિસ્તારમાં કામગીરી કરે છે. ઉપરાંત તે કયા કયા કામ કરી શકે છે તે સહિતનો સર્વે કરાયા બાદ ‘સફલ’ મોબાઇલ એપ્લીકેશનમાં ડેટાને નાંખવામાં આવશે. તેના કારણે શહેરના જે પણ વિસ્તારમાં કારીગરની જરૂર પડશે તેને બોલાવી શકાશે.

કારીગરોના મોબાઇલ નંબર અને તેને આપવાની રકમ પણ એપ્લીકેશનમાં દર્શાવાશે

સફલ એપ્લીકેશનમાટે કારીગરોના ડેટા તૈયાર કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા આવ્યા બાદ જ્યારે એપ્લીકેશનમાં ડેટા નાંખવામાં આવશે. ત્યારે કારીગરોના મોબાઇલ નંબર તથા તેઓને કેટલા રૂપિયા દિવસના ચુકવવા પડશે તેની પણ વિગત આપવા માટેનુ આયોજન મહાનગરપાલિકાએ કર્યુ છે. જેથી લોકોએ કારીગરોને ચાર રસ્તાએ શોધવાને જવાને બદલે ફોન કરીને સીધા ઘરે જે પણ કામ કરાવવાનુ હોય તેના માટે બોલાવી શકશે.





કારીગરોને15 દિવસની ખાસ તાલીમ અપાશે

મહાનગરપાલિકાદ્વારાડેટા તૈયાર કરાયા બાદ તમામ કારીગરોને 15 દિવસની ખાસ તાલીમ પણ આપવામાં આવશે. તાલીમમાં કારીગરો પુરતા ઉત્સાહથી ભાગ લે તે માટે સ્ટાઇપેન્ડ પણ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના કારણે કારીગરો વધુ સારી રીતે કામ કરી શકે તેવા હેતુસર તાલીમ આપવામાં આવશે.

મોબાઇલ એપ