• Gujarati News
  • કાંઠાની વિધવાઓને ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ બનાવી ૬૪ લાખની ઠગાઈ

કાંઠાની વિધવાઓને ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ બનાવી ૬૪ લાખની ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૧ મહિલાને હથિયાર બનાવી ૪૦૦થી વધુ લોકોને ચૂનો ચોપડયો
વર્ધમાન સનમાર્ગ એલઆઇસી માઇક્રો ઇન્સ્યુરન્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તથા અલગ-અલગ કંપનીઓના નામે ઠગ ઇસમોએ ભેગા મળીને કાંઠા વિસ્તારમાં રહેતી ૧૧ મહિલાઓને એજન્ટ બનાવી ૪૦૦થી વધુ લોકોને રૂ. ૬૪ લાખ રૂપિયાથી વધુમાં ડૂબાડી દીધા હતા. ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા સ્વીકાર્યા બાદ ઠગ ઇસમો ગાયબ થઈ જતાં મહિલા એજન્ટ્સે ભેગા મળીને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, વિધવા નયનાબેન ભરતભાઈ પટેલ (રહે. ગોસાઈ ગોપલ સ્ટ્રીટ, ભીમપોર)એ વર્ધમાન સનમાર્ગ એલઆઇસી માઇક્રો ઇન્સ્યુરન્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા (દિલ્હી), અનિમેટ રીયલ કોન ઇન્ડિયા લિ. (કોલકાતા), અનિમેટ ડેઇલી હબ એ ડિવિઝન ઓફ રીયલ કોન ઇન્ડિયા (કોલકાતા), હર્દન ચૌધરી (વર્ધમાન કંપનીના ડિરેકટર), સોમાલ્યા રોય (ડિરેકટર), સોમરૂ ભોમિક (મેનેજિંગ ડિરેકટર), મદન અધિકારી (ડિરેકટર), આરૂક ધોસ (ડિરેકટર), અમિત કુમાર (અનિમેટ ડેઇલી હબના ડિરેકટર) અને સંદીપ ચક્રવતી (અનિમેટ રીયલના સીએમડી) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ ભેગા મળીને કાંઠા વિસ્તારની મહિલાઓને તેમની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે એજન્ટ બનાવી હતી. જે માટે તેમને કમિશન આપવાનું નક્કી કરાયું હતું. આ મહિલાઓએ કાંઠા વિસ્તારમાં રહેતા તેમના પરિચિત એવા ૪૦૦થી વધુ લોકો પાસેથી કુલ ૬૪ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. જોકે રૂપિયા મળ્યા બાદ ઠગ કંપનીના હોદ્દેદારો રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી ઠગોની શોધ શરૂ કરી છે. વધુ તપાસ પીએઅઆઈ આર. આર. રાઠવા કરી રાા છે.