• Gujarati News
  • સુરત: વેડરોડના બેકાર શખ્સને તેની પત્નીએ મારી કમાણી

સુરત: વેડરોડના બેકાર શખ્સને તેની પત્નીએ મારી કમાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વેડરોડના બેકાર શખ્સને તેની પત્નીએ મારી કમાણી પર જીવતા હોવાનુ મહેણું મારતા ઘણા વખતથી કોઈ કામ ધંધો નહી કરતા પતિને માઠું લાગી આવતા દારૂના નશામાં ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. સ્મીમેર હોસ્પિટલ તથા ચોક પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વેડરોડની ત્રિલોક સોસાયટી ખાતે રહેતા ૪૨ વર્ષીય ગોપાલ તુકારામ મારાઠીએ ગત રોજ બુધવારે રાત્રી દરમિયાન પોતાના ઘરે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. તે છેલ્લા ઘણા વર્ષથી કોઈ કામ ધંધો કરતો ન હતો. અને દારૂ પિવાની કૂટેવ હતી. તો પત્ની મજુર કામ કરીને પતિ અને પરિવારનુ ભરણપોષણ કરતી હતી. દરમિયાન તેની પત્ની સાથે ઝઘડો થતા તેને મારી કમાણી પર ખાતા હોવા અંગેનો ઠપકો આપતા માઠું લાગી આવતા આકરુ પગલું ભરી લીધું હતું. તેઓને બે પુત્ર અને એક પુત્રી છે. પોલીસે આકસ્મીક મોત નોંધ કરી હતી.
બેકાર યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો