• Gujarati News
  • કહીને નીકળેલા હીરાદલાલની લાશ તાપી માંથી મળી

કહીને નીકળેલા હીરાદલાલની લાશ તાપી માંથી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ ઝઘડો કે પરેશાની ન હોવા છતાં આકરા પગલાથી મુંઝવણ
ગત મંગળવારના રોજ પોતાના ઘરે તેમ કહીને નીકળેલા કાપોદ્રાના ૨૬ વષીર્ય યુવાન હીરા દલાલ પરત નહીં ફરી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ તેની ત્રીજા દિવસે એ.કે. રોડના પંચમુખી હનુમાન મંદિર પાસે તાપી નદીમાંથી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
સ્મીમેર હોસ્પિટલ તથા કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની જીવરાજભાઈ સુતરિયાનો ૨૬ વર્ષીય પુત્ર સંદીપ તેના મિત્ર વર્તુળ સાથે હીરાની લે-વેચનો ધંધો કરતો હતો. દરમિયાન ગત મંગળવારના રોજ ઘરેથી તેમ કહીને નીકળ્યા બાદ તે પરત ફર્યોન હતો. તેથી તેના ગુમ થયાની જાણ કાપોદ્રા પોલીસને કરાઈ હતી. દરમ્યાન સંદીપની પરિવારજનોએ શોધ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. જોકે ત્રીજા દિવસે ગુરુવારે એ.કે. રોડ ભકિતનગર પાસેના પંચમુખી હનુમાન મંદિર પાસેથી સવારના ૧૧.૩૦ કલાકે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ફાયરબ્રિગેડે બહાર કાઢી હતી અને કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.
કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ એ.એમ.દેસાઈએ તપાસ હાથ ધરી હતી. જેમાં, મૃતક પાસેથી લાઇસન્સ મળી આવતાં મરનાર અજાણ્યો યુવાન સંદીપ સુતરિયા હોવાની ઓળખ થઈ ગઈ હતી.
સંદીપ સાથે શું બન્યું હશે? પરિવારજનો મુંઝવણમાં
કાપોદ્રા પોલીસના પીએસઆઈ દેસાઈએ કરેલી પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપના પરિવારજનો પણ મુંઝવણમાં હોય તેવું જણાયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે સંદીપનો કોઈ સાથે ઝઘડો નથી કે કોઈ અણબનાવ બન્યો નથી અને નદીમાંથી મૃત અવસ્થામાં મળી આવતાં તેની સાથે શું બન્યું હશે તે અંગે મુંઝવણમાં મુકાઈ ગયા છે. પરિવાર સંદીપ આપઘાત કરે તે માનવા તૈયાર નથી.
હજી તપાસ હાથ ધરાઈ છે, ડૂબી જવાથી મોત થયું છે
સંદીપ મિત્રો સાથે મળીને હીરા લે-વેચનો ધંધો કરતો હતો. પરંતુ પરમ દિવસે મંગળવારે તે હમણાં આવું છું કહીને ઘરેથી ગયા બાદ પરત ફર્યોન હતો અને ત્રીજા દિવસે લાશ મળી હતી. સ્મીમેર હોસ્પિટલ ખાતે કરાયેલા પીએમમાં ડૂબી જવાથી મરણ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. જોકે, આ ઘટના અંગે તપાસ હાથ ધરાઈ છે. પરિવારજનોનાં નિવેદન લીધા બાદ હકીકત બહાર આવશે.’
-એ.એમ.દેસાઈ, પીએસઆઈ, કાપોદ્રા