• Gujarati News
  • ચાલો, સાહેબ આવ્યા પરંતુ...

ચાલો, સાહેબ આવ્યા પરંતુ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતરમાં મોહરમની વાએઝ નિમિત્તે વોરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના સાહેબ મુફદ્દલ સૈફુદ્દીન સુરત આવ્યા હતા. તેમના લાખા ચાહકોમાં ડીસીપી એમ.એમ. અનારવાલા પણ છે. તેઓ પાસે ઝોન-1 અને 3નો ચાર્જ છે. વાએઝ દરમ્યાન સલાબતપુરા-ઝાંપાબજાર પાસે આ‌ેલ દેવડી પર ડીસીપી અનારવાલા પહોંચી ગયા હતા. સલાબતપુરા પોલીસના સ્ટાફને ખબર પડી કે ડીસીપી અનારવાલા દેવડી પર આવ્યા છે. એટલે બંદોબસ્તમાં આવ્યા હશે એવું સમજીને સ્ટાફ તેમની પાસે પહોંચી ગયો હતો. જોકે ત્યાં જતાં ખબર પડી કે ડીસીપી અનારવાલા બંદોબસ્તમાં નહીં, પરંતુ સૈયદના સાહેબનાં દર્શન માટે આવ્યા છે.