• Gujarati News
  • બેભાન યુવાનને કલાક સુધી સારવાર અપાઈ

બેભાન યુવાનને કલાક સુધી સારવાર અપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેએક ગરીબ યુવાન સારવાર માટે સિવિલ આવ્યો હતો. જોકે સારવારના અભાવે તેની તબિયત વધુ કથળી જતાં હોસ્પિટલના પાછળના ગેટની બહાર યુવાન એકાએક બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. જેથી યુવાનના માથામાં ગંભીર ઈજા પણ થઈ હતી અને માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. 15 મિનિટ સુધી રઝળ્યા બાદ બે યુવાનોએ બેભાન દર્દીને ટ્રોમા સેન્ટરમાં ખસેડ્યો હતો. જોકે હદ તો ત્યારે થઈ જ્યારે ટ્રોમા સેન્ટરના ડોક્ટરે બેભાન યુવાનની સારવાર કરવાને બદલે તેની પાસે એમએલસી પેપર હોવાનું કહી યુવાનને રઝળતી હાલતમાં છોડી દીધો હતો. કલાક સુધી રઝ‌ળ્યા બાદ સીએમઓ શર્માને જાણ થતા તેઓએ સારવાર શરૂ કરાવી હતી.