• Gujarati News
  • મમ્મીએ ટ્યુશન જવા કહેતાં 13 વર્ષનો પુત્ર કોલકાતા ઉપડી ગયો!

મમ્મીએ ટ્યુશન જવા કહેતાં 13 વર્ષનો પુત્ર કોલકાતા ઉપડી ગયો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતના13 વર્ષના કિશોરને તેની માતાએ ટ્યુશન જવા બાબતે ઠપકો આપતાં બે દિવસ પહેલા તે સુરતથી 1600 કિમી દૂર પોતાના વતન કોલકાતાના હાવડા ખાતે પહોંચી ગયો હતો. પરિવારજનોએ કરેલી તપાસમાં તેની ક્યાંયથી ભાળ મળતાં આખરે તેમણે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

લિંબાયત નવાનગરમાં રહેતા બંગાળી સાયપોદ્દીન શરાફત ગોળેનો 13 વર્ષીય પુત્ર બિટ્ટુ ઉર્ફે આમિનુદ્દીન 14મીએ એકાએક ગુમ થઇ ગયો હતો. પરિવારજનોએ તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા તે ક્યાંયથી મળી આવ્યો હતો. આખરે પરિવારે અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બિટ્ટુ કોલકાતા પોતાના વતનમાં પહોંચી ગયો હતો. બિટ્ટુએ સ્કૂલ જવાનું બંધ કર્યું હતું જેથી માતાએ તેને ટ્યુશન જવા બાબતે ઠપકો આપતા તે ટ્રેનમાં બેસી ગયો હતો. બાદમાં પરિવાર પર બિટ્ટુ વતનમાં હોવાનો ફોન આવતાં તેમણે હાશકારો અનુભવ્યો હતો.