• Gujarati News
  • રખડતા ઢોરોનો ત્રાસ ઘટાડવા શહેરના તબેલા કનસાડ ખસેડાશે

રખડતા ઢોરોનો ત્રાસ ઘટાડવા શહેરના તબેલા કનસાડ ખસેડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરખડતા ઢોરોના ત્રાસને કારણે અકસ્માતોના પણ બનાવો બનતા હોય છે. જેથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે કનસાડ ખાતે રાજ્ય સરકાર હસ્તકની 1.21 લાખ ચોરસ મીટર જમીન એક રૂપિયાના ટોકન પેટે ખરીદવા માટે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર હસ્તકની કનસાડ ખાતે 23 બ્લોકમાં 1,21,505 ચોરસ મીટર જમીન છે. જમીન એક રૂપિયાના ટોકન પેટે સરકારી પાસેથી લેવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. જમીન રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાને ફાળવવામાં આવે તો મહાનગરપાલિકા જમીન પર તબેલાઓને વસાવવાનું આયોજન કરનાર છે. કારણ કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તબેલા હોવાથી રખડતા ઢોરોનો સૌથી વધુ ત્રાસ છે. સાથેસાથે તબેલાઓને લીધે આસપાસના વિસ્તારોમાં ગંદકીની પણ સમસ્યા ઉદભવે છે. જેથી તબેલાઓને એક સ્થળ પર ખસેડવામાં આવે તો તમામ સમસ્યામાંથી છૂટકારો થઇ શકે કેમ છે. જેથી મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિમાં અંગેનો ઠરાવ કર્યા બાદ સામાન્ય સભામાં મંજૂરી અર્થે રજૂ કરાશે અને ત્યાંથી મંજૂર થયા બાદ ઠરાવને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે. ત્યાર બાદ જમીન ફાળવણી અંગેની રજૂઆતો કરવામાં આવનાર છે.

તબેલાનો સર્વે કરાશે

શહેરનાતમામવિસ્તારોમાં તબેલા આવેેલા છે. તે પૈકી શહેરમાં કેટલી ખાનગી જમીન પર કેટલા સરકારી જમીન પર તેમજ કેટલા તબેલા રસ્તાને અડચણરૂપ છે. તે અંગેનો સર્વે કરાશે તે સર્વે થયા બાદ સરકારી, અર્ધસરકારી, રસ્તાને અડચણરૂપ હોય તેવા તમામ તબેલાને શહેરથી દુર કનસાડ ખાતે ખસેડવા માટેની હાલમાં યોજના બનાવાઈ છે અને રાજ્ય સરકાર પાસે જમીનની માંગણી પણ કરાઇ છે.