• Gujarati News
  • શહેરમાં સાત જુગારખાના પર દરોડામાં 35 જુગારી ઝડપાયા

શહેરમાં સાત જુગારખાના પર દરોડામાં 35 જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેકેશનપડતા જુગાર રમવાનો ગ્રાફ વધી રહ્યો છે. શહેર પોલીસે વરાછા, ઉધના, ડીંડોલી, સલાબતપુરા, ચોક, અઠવાની હદમાં બાતમીના આધારે જુદા જુદા સ્થળોએ ધમધમતા સાત જુગારખાનો પર દરોડા પાડીને 35 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી દાવ પરના અને અંગઝડતીના કુલ રૂપિયા 57,530 કબજે લીધા હતા.

સ્થળ: ડીંડોલી, સંતોષીનગર

જુગારી :ચંદ્રેશ સુભાષ જાદવ, જગન બિરાડે, શૈલેષ મધુકર નગરાણે, દેવદાવ નાગેશ કુરમન્ના

મુદ્દામાલજપ્ત : ~ 1410

સ્થળ: ઉધના, રણછોડનગર

જુગારી: મોહમદપપ્પુ મહમદ લતીફ પઠાણ, મો. અક્રમ મો. શેખ, જમશેદ ઇસ્માઇ મો.શેખ અને મો.નુરખાન મો.અફલખાન

મુદ્દામાલજપ્ત : ~ 6210

સ્થળ: જુની ઉમરવાડા, ખાડીકાંઠે

જુગારી :રાજુ પેંડારકર, શેખહારૂન અબ્દુલ રહેમાન શેખ, સઇદખાન સમીરખાન પઠાણ, શેખ ઇકબાદલશેખ મુસીર

મુદ્દામાલજપ્ત : ~ 5290

સ્થળ: અઠવા, કૈલાશનગર લક્ષ્મીનારાયણ

જુગારી: શિવાજીજાદવ, હરીશ ઠક્કર, કમલેશ જીરાવાલા અને વિનેશ નેમલાવાલા

મુદ્દામાલજપ્ત : ~ 10,880

સ્થળ: ચોકબજાર, મદારીવાડ

જુગારી: લાલહુસેન પઠાણ, મો.જુબેર મેમણ, ભાણા પરમાર, નિસાર અહેમદ મન્સુરી, મહેશ છગન ખંભાતી, શ્રાવણ શંકર ચણાવાલા, કલ્પેશ દેસાઇ, જગદીશચંદ્ર મણીલાલ જરીવાલા, ચેતન પટેલ, મહોમદ ઇકબાલ મેમણ અને ગુલામ કાદર શેખ

મુદ્દામાલજપ્ત: ~ 7870

સ્થળ: સલાબતપુરા, કણબી શેરીમા

જુગારી: મનહરપન્નાલાલ રાણા, સુરેશ જાદવ, રાકેશ અરવિંદ રાણા

મુદ્દામાલજપ્ત: ~ 8770

સ્થળ: બરોડા પ્રિસ્ટેજ, જગદીશનગર

જુગારી: દિપકઅરજણ હડીયા, કિશોર વશરામ આંબલીયા, આદમ સુલેમાન જેઠવા, નરેશ અતુલવાઘ અને રાજુ ઉર્ફે રાજેશ વિરા ચૌહાણ

મુદ્દામાલજપ્ત: ~ 17,100

ક્યાં-કેટલા જુગારી અને મુદ્દામાલ જપ્ત