• Gujarati News
  • વરાછામાં ખુલ્લા પોપડામાં રહેતી મહિલા પર યુવાનનો બ્લેડથી હૂમલો

વરાછામાં ખુલ્લા પોપડામાં રહેતી મહિલા પર યુવાનનો બ્લેડથી હૂમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં ખુલ્લા પોપડામાં રહેતી એક મહિલાને છૂટક મજુરી કામ કરતા યુવકે તેમ કહીને હાથ અને છાતિના ભાગે બ્લેડ મારતા લોહીલુહાણ હાલતમાં નજીકના દવાખાનામાં ખસેડાઇ હતી.
વરાછા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા તાપી બ્રીજ નીચે રહેતા અને છૂટક મજુરી કામ કરતા સુનિલ ગોકુલ મગરે નામના ઇસમે કોન્ટ્રાકટર પેટે છેલ્લા સાત વર્ષથી કડિયાકામ કરી મજુરી કરતી ૩૦ વર્ષીય રમીલા મગન પંચાવાને (રહે. રણજીતનગર, ખુલ્લા પોપડામાં) ઘરે જઇને દારૂ ઢીચેલી હાલતમાં હેરાનગતિ શરૂ કરી હતી. ઉપરાંત સાથે આવવા દબાણ કર્યું હતું. મહિલાએ અવગણના કરતા શરીરે બ્લેડ મારી હતી અને માર મારવાની ધમકી આપી હતી. જેને તાત્કાલીક સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડાઇ હતી. વધુ તપાસ એમ.બી.વસાવા કરી રાા છે.