• Gujarati News
  • પરણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિ અને સાસુ વિરૂઘ્ધ રાવ

પરણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિ અને સાસુ વિરૂઘ્ધ રાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં દહેજ ઉત્પીડના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રાો છે જેને લઇ પોલિસની કામગીરી બમણી થઇ ગઇ છે. જોકે દરેક કેસમાં સાસરીયાઓ કોઇને કોઇ રીતે બચી નિકળતાં હોય છે અને આવો જ એક દહેજનાં ત્રાસથી આત્મહત્યા કરી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે.
પોલિસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુળ ઝારખંડ રાજયનાં ઝારીયા ઢોરીબોંધ કાલી મંદિર પાસે રહેતા અભીમન્યુસિંહ મુન્નાાસિંહ રાજપુત(ઉંવર્ષ ૧૮)ની બહેન પ્રીતિદેવી(ઉ.વર્ષ ૨૪)નાં એક વર્ષ પહેલા સચિન જીઆઇડીસી,રામેશ્વર કોલોની ઢોલાની ચાલ પાસે રહેતાં ગુéસીહ ઉર્ફે રાહુલસીંહ દદનસિંહ રાજપુત સાથે થયા હતાં પણ લગ્નના એક વર્ષ સુધી પ્રીતિને સારી રીતે રાખ્યા બાદ તેને તેનો પતિ ગુુ અને તેની સાસુ ક્રિષ્ના દેવીએ શારીરિક તથા માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
પ્રીતિને એક છોકરો પણ હતો જેમાં ગત ૧ સપ્ટેમ્બરનાં રોજ સાંજનાં સુમારે છોકરાએ જીભ સાફ કરવાનો ઓલિયો ફેકી દેતાં ગુુએ છોકરાને માર મારી રાો હતો ત્યારે પ્રીતિએ ગુéને રોકયો હતો પણ તેણે છોકરાને મારવાનું છોડીને પ્રીતિને મારવાનું શરૂ કર્યુ હતુ અને તેની પાસે પૈસા અને મોટર સાયકલ માંગી હતી. જેથી ત્રાસીને પ્રીતિએ પોતાના રૂમમાં જઇને શરીરે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી જેથી તેનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયુ હતું જેથી પ્રીતિનાં ભાઇએ આ અંગે પોલિસમાં ફરીયાદ કરતાં પોલિસે દહેજ ઉત્પીડન તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંઘ્યો હતો અને પતિ તથા સાસુની ધરપકડ કરી હતી આ અંગે વધુ તપાસ પીઆઇ એલ.ડી.સોસા ચલાવી રાા છે.