• Gujarati News
  • ડેન્ગ્યૂની તપાસમાં શહેરમાં છે તેના કરતાં વધારે ઘરોનાં આંકડા બતાવાયા

ડેન્ગ્યૂની તપાસમાં શહેરમાં છે તેના કરતાં વધારે ઘરોનાં આંકડા બતાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલ મિલકત ૧૫.૦૮ લાખ, પાલિકાનો આંકડો ૧૬, ૬૪,૨૯૦
ડેંગ્યુને અટકાવવા માટે ઘરે ઘરે મરછરના ઉત્પત્તિ સ્થાન શોધવા માટે ડોર ટુ ડોર સરવેની કામગીરી સ્થળ ઉપર ઓછી અને કાગળ ઉપર વધારે લાગી રહી છે. આવું ભોપાળું આરોગ્ય વિભાગની સત્તાવાર જાહેરાતમાં જ ઉઘાડું પડયું છે. મરછરના ઉત્તપત્તિ સ્થાન શોધવા માટે આરોગ્ય વિભાગે એક મહિનામાં શહેરના ૧૬,૬૪,૨૯૦ ઘર ચેક કર્યા હોવાનું જાહેર કર્યું હતું. જોકે, શહેરમાં માત્ર ઘર નહીં ઝૂંપડા, ઓફિસ, દુકાન, કારખાના સહિતની તમામ મિલકતોનો આંકડો જ ફકત ૧૫.૦૮ લાખ છે, તો આરોગ્ય વિભાગ બાકીના દોઢ લાખ ઘર કયાંથી લાવ્યું? આને લીધે આવી સરવેની કામગીરીમાં લોલંલોલ ચાલી રહી હોવાનું ઊઘાડું પડયું છે.
પાલિકાના ફાયલેરિયા(હવે વીબીડીસી-વેકટર બોર્ન ડિસિઝ કંટ્રોલ)વિભાગ દ્વારા મરછરોના બ્રિડિંગ શોધવા માટે ઇન્ટ્રડોમેસ્ટિક સર્વેલન્સની કામગીરી કરાવાય છે. તેના ગત ઓગસ્ટ મહિના દરમિયાન કરેલી કામગીરીનાઆંકડા શુક્રવારે બહાર પાડયા છે. તે ખૂદ વાસ્તવિકતાથી ભિન્ન લાગે છે. પાલિકાની સત્તાવાર અખબારી યાદી નં-૪૨૬ માં એવો દાવો કર્યોછે કે, આખા મહિનામાં આરોગ્ય ખાતાના સર્વેલન્સના ૪૮૮ કર્મચારીઓનો સ્ટાફ ઘરોમાં સરવેની કામગીરી હતી. તેમાં કુલ ૧૬,૬૪,૨૯૦ ઘરની તપાસ કરી હતી, તેવું જણાવ્યું છે.
તમને વિશ્વાસ નહીં આવે
આંકડા ઉપર તમને વિશ્વાસ નહીં આવે. અમે મરછરની ઉત્પત્તિ અટકાવવા ઘણા પ્રયાસ હાથ ધર્યા છે. ઘરે ઘરે ફરીને સરવેથી બ્લડ સેમ્પલ તેમજ અન્ય કામગીરી હાથ ધરી છે. રજાના દિવસે પણ સ્ટાફ કામ કરે છે. એટલે જ આટલું કામ કરી શકાય છે. કે.જી. વૈષ્ણવ, જંતુનાશક અધિકારી