ભાસ્કર ન્યૂઝ.સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત

બ્રહ્માકુમારીમાઉન્ટ આબુ દ્વારા સુરત શહેરમાં પ્રથમવાર આધી,વ્યાધી અને ઉપાધીમાંથી વિશ્વને બહાર લાવવા માટે ખાસ લાખ સત્કર્મો અંગેનું પ્રઝન્ટેશન ગુરુવારે વરાછા સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે કરાયું હતું. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતનાં બ્રહ્મકુમાર અને બ્રહ્મકુમારી જોડાયાં હતાં.

આજના લોકોમાં દરેક ક્ષણે પાપ જાણતા અથવા અજાણતા થઇ જાય છે જેથી તેની અસર આવનાર ભવિષ્ય પર થાય છે. ત્યારે પોતાના ભવિષ્યને સત્કર્મોથી સારૂ કરવા માટે બ્રહ્માકુમારી માઉન્ટ આબુ દ્વારા આજના સમયે ફેલાયેલ આધી, વ્યાધી અને ઉપાધીમાંથી વિશ્વને મુક્ત કરાવવા માટે લાખ સત્કર્મોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સુરત શહેરમાં પ્રથમ વખત થઇ રહ્યો હોય તેના માટે બ્રહ્માકુમારી ચેતના કેન્દ્ર, વરાછાનાં સંચાલિકા બ્રહ્માકુમારી બી.કે.તૃપ્તીના માર્ગદર્શન હેઠળ પાવર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કઇ રીતે સત્કર્મ કરવા અંગે બ્રહ્માકુમારી દ્વારા વિવિધ રીતો જણાવી હતી અને લોકોને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી કે, તેઓ દિવસ દરમિયાન બને તેટલા સત્કર્મ કરશે.

આધી, વ્યાધી, ઉપાધીમાંથી મુક્તિ

બ્રહ્માકુમારી સંસ્થાના ઉપક્રમે ગુરુવારે વરાછાના સૌરાષ્ટ્ર ભવન ખાતે સાત લાખ સત્કમોર્ની મહાયોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

દિક્ષણ ગુજરાતમાંથી સભ્યો જોડાયા

બ્રહ્માકુમારીનું 7 લાખ સત્કર્મોનું પ્રેઝન્ટેશન