• Gujarati News
  • { દેશહિત ધરાવતાં ઉત્પાદનો કરતી હોવાથી નિર્ણય યોગ્ય

{ દેશહિત ધરાવતાં ઉત્પાદનો કરતી હોવાથી નિર્ણય યોગ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ દેશહિત ધરાવતાં ઉત્પાદનો કરતી હોવાથી નિર્ણય યોગ્યસુરતનજીક હજીરા ખાતે એલ એન્ડ ટી દેશના હિત ઘરાવતા ઉત્પાદનો કરે છે ત્યારે સરકાર દ્વારા કંપનીને સસ્તા દરે આપવામાં આવેલી જમીનનો નિર્ણય યોગ્ય હોવાનું ઠરાવી જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ જાહેરહિતની રિટનો નિકાલ કર્યો હતો. એલ એન્ડ ટી દ્વારા હજીરા ખાતે ડીફેન્સ માટેના સાધનો બનાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા હજીરા ખાતે એલ એન્ડ ટીને સસ્તાદરે આપેલી જમીનના મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ હતી. જે રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, 1983માં રાજ્ય સરકારે એલ એન્ડ ટીને માત્ર રૂ.1 પ્રતિ ચોરસ મીટરના ભાવે જમીન આપી હતી. જ્યારે તે બાદ 2007 થી 2010 દરમિયાન રાજ્ય સરકારે કંપનીના વિસ્તરણ માટે 30 ટકા ભાવે એટલે કે રૂ.700 પ્રતિ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. આટલી સસ્તામાં જમીન ફા‌ળ‌વવામાં આવતા બાબતે જાહેરહિતની રિટ થઇ હતી. જે કેસમાં કંપની દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પ્લાન્ટમાં મશીનરીઝ સહિત કંપનીએ 4 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. કંપનીએ વધારેમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે જગ્યા પર ડીફેન્સને લગતા સાધનો, ન્યુક્લીયરને લગતા સાધનો તેમજ એરસ્પેસને લગતા મહત્વના સાધનોનું ઉત્પાદન થાય છે. જે દેશની રક્ષાના ઉપયોગમાં આવે છે.

અરજદાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જમીનનું જાહેર હરાજીથી વેચાણ થવું જોઇતું હતું. કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં પણ બાબત બહાર આવતા તે અંગે વિધાનસભામાં ચર્ચા થઇ હતી.

1983માં માત્ર રૂ.1ના ભાવે જમીન આપવામાં આવી હતી

સુરતમાં L&Tને સસ્તા દરે

જમીન યોગ્ય : હાઇકોર્ટ