• Gujarati News
  • વેસુનીજમીનના ખોટા વેચાણ કરાર તૈયાર કરીને કરોડોની જમીન પચાવી

વેસુનીજમીનના ખોટા વેચાણ કરાર તૈયાર કરીને કરોડોની જમીન પચાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસુનીજમીનના ખોટા વેચાણ કરાર તૈયાર કરીને કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી ડાહીબેન પટેલ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી આગોતરા જામીન અરજી આજે શુક્રવારે રદ કરાઈ હતી. જામીન અરજીની સુનાવણી દરમ્યાન ફરિયાદી તરફે એડવોકેટ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને એડવોકેટ મનીષ પટેલ હાજર રહ્યા હતા. તપાસકર્તા અધિકારીએ કોર્ટમાં આગોતરાનો વિરોધ કરતી એફિડેવિટ પણ રજૂ કરી હતી. ખટોદરા પોલીસ મથકમાં તા. 8-8-2014ના રોજ ફરિયાદી જયાબેન રાઠોડ તથા દયાળભાઈ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે વેસુની રેવન્યુ સરવે નંબર 194-2, નવો રેવન્યુ સરવે નંબર 116-2 વાળી જગ્યા ખોટા વેચાણ કરાર તૈયારી કરીને પચાવી પાડી હતી. કેસમાં રાજુ-ગીજુ પરિવારની ડાહીબેન ગીજુભાઈ પટેલ દ્વારા ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરાઈ હતી. જે કોર્ટ દ્વારા રદ કરાઈ હતી. આગોતરાને પડકારતું સોગંધનામું મદદનીશ પોલીસ કમિશનર આર.એલ. પટેલ દ્વારા કોર્ટમાં રજૂ કરાયું હતું.

ખોટા પુરાવાથી જમીન પચાવવાનો કેસ

રાજુ ગીજુ જમીન કૌભાંડમાં આગોતરા જામીન અરજી રદ