• Gujarati News
  • TDSના કેસમાં સુરતીઓને 100 કિલોમીટરનો ફાયદો!

TDSના કેસમાં સુરતીઓને 100 કિલોમીટરનો ફાયદો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યરીતે કરદાતા આઇટીને લગતા કામકાજમાં ટેક્સ બેનિફિટની રાહત ઝંખતા હોય છે. પરંતુ સુરતીઓ માટે કિલોમીટરની રાહતના સમાચાર છે. અગાઉ ટીડીએસ કમિશનર અમદાવાદ બેસતા હતા એટલે સુરતી કરદાતાઓએ 250 કિલોમીટરનો રાઉન્ડ મારવો પડતો હતો, હવે કમિશનર વડોદરા બેસવાના હોય સુરતીઓને સીધો 100 કિલોમીટરની રાહત થઈ જશે. નોંધનીય છે કે દસ લાખથી ઉપરના ટીડીએસના કામો માટે ફરજિયાત અમદાવાદના ધક્કા ખાવા પડતાં હતા. સુરત ઉપરાંત રાજકોટ, વડોદરાના કામો પણ અમદાવાદ બેસેલાં કમિશનર કરતાં હતા. જો કે, રી-સ્ટ્રકચરિંગ બાદ સ્થિતિ બદલાઈ છે.

અનેક કામોમાં સરળતા રહેશે

ટીડીએસકમિશનર વડોદરા બેસવાના હોય સુરતના કરદાતાઓને અનેક રીતે રાહત રહેશે. ખાસ કરીને લોએર ડિડકશનના કેસમાં. કેમકે અમુક ટર્નઓ‌વરની લિમીટ બાદ અેપ્રુવલ કમિશનર આપે છે. ’> એ.કે.ઇચ્છાપોરિયા,સી.એ.