• Gujarati News
  • ગોલ્ડ નહીં પણ પેઇન્ટિંગ્સમાં રોકાણ વધુ ફાયદાકારક બન્યું

ગોલ્ડ નહીં પણ પેઇન્ટિંગ્સમાં રોકાણ વધુ ફાયદાકારક બન્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટમેન્ટએક આર્ટ છે અને આર્ટમા ઇન્વેસ્ટીંગ હવે ઇન્ટેરસ્ટીંગ બન્યું છે, કારણ કે છેલ્લાં એકાદ વર્ષમાં ભારતીય કલાકારોના ચિત્રો પણ અમૂલ્ય ભાવે વેચાઈ રહ્યા છે. કલાકારોને તેમની કળાનું મૂલ્ય મળી રહ્યું છે પણ જેમની પાસે જુના સારા કલાકારોના પેઇન્ટીંગ્સ છે, તેના પણ માની શકાય તેવા ભાવ મળી રહ્યા છે. ચાંદીના ભાવમાં એક વર્ષમાં 50 ટકા જેટલાં અને સોનામાં લગભગ 20 ટકા જેટલા ભાવ તુટી ગયા છે. ચિત્રો હવે માત્ર દિવાનખાનાની શોભા નથી રહ્યા, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ હવે પેઇન્ટીંગ્સ તરફ લોકો વળ્યા છે. હજુ પેઇન્ટીંગ્સમા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ...અનુસંધાનપાના નં.11



વલણમાલેતુજારોનું રહ્યું છે, પણ કદાચ હવે દિવસો દુર નહીં હોય જયારે હાયર મિડલ ક્લાસ અને મિડલ્-કલાસના લોકો પણ રોકાણ કરતા થાય. વિદેશના ઓકશન હાઉસમાં પણ ભારતીય ચિત્રકારોની માગ વધી છે.

પેઇન્ટીંગ્સમા ઇન્વેસ્ટમેન્ટનો ક્રેઝ વધ્યો છે

છેલ્લાંએક વર્ષમાં પેઇન્ટીંગ્સમાં રોકાણ કરવાનો ક્રેઝ વધ્યો છે.નામાંકીત કલાકારોના જુના આર્ટની ડીમાન્ડ વધી છે.બીજા સેગમેન્ટના રોકાણની સરખામણી આર્ટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ઓછું જોખમી અને વધારે વળતર આપનારુ છે. > અનિલરેલિયા, આર્ટકલેકટર, અમદાવાદ

બમણો નફો

પાબ્લો પિકાસોનું 427 કરોડમાં વેચાયું હતું

આંતરરાષ્ટ્રીય સ્તરેખ્યાતનામ કલાકાર પાબ્લો પિકાસોનું એક ન્યૂડ પેઇન્ટીંગ્સ 2010માં 106 મિલિયન ડોલર માં વેચાયું હતું.

ભારતીય કલાકારનું ચિત્ર 27 કરોડમાં વેચાયું

મુંબઈના એકકલાકાર ગાયતુંડેનું એક પેઇન્ટીંગ્સ તાજેતરમાં રૂપિયા 27 કરોડમાં વેચાયું હતું. કોઈ એક ભારતીય કલાકારનું ચિત્ર સૌથી ઉંચા ભાવે વેચાયાનો રેકર્ડ છે.

પેઇન્ટીંગ્સમાં કલાકારોનાચિત્ર અને નામ પર આધાર હોવાથી તેનું ચોક્કસ માપદંડ નથી, પણ કેટલાંક ચિત્રોમાં એક વર્ષમાં 100થી 200 ટકાનું એપ્રીશીએશન મળ્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ આર્ટ

રિઅલ એસ્ટેટ |છેલ્લાં એકવર્ષમાં દરેક વિસ્તારમાં ભાવ સ્થિર રહ્યા છે. એટલે ખાસ વળતર મળ્યું નથી.

}શેરબજાર (બીએસઇઇન્ડેક્સ)

2014 28000

2013 14000

50% વળતર

}ચાંદીના ભાવ (કીલોગ્રામ દીઠ)

50% વળતરમાઇનસ

2014 35000

2013 70000

}સોનાના ભાવ (10ગ્રામ દીઠ)

20% વળતરમાઇનસ

2014 26000

2013 33000