• Gujarati News
  • સેવામાં ખામી બદલ RR ટ્રાવેલ્સને 32 હજારનો દંડ

સેવામાં ખામી બદલ RR ટ્રાવેલ્સને 32 હજારનો દંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિકપ્રવાસ માટે બસ બુક કરાવનારા આમેટ મિત્ર મંડળ દ્વારા સહરા દરવાજાના આર.આર.ટ્રાવેલ્સ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ કરેલી દલીલ બાદ અદાલત દ્વારા શ્રધ્ધાળુઓને રૂપિયા 32500નો દંડ ઉપરાંત ફરિયાદીને માનસિક ત્રાસ અને નુકશાની વળતર માટે રૂપિયા 25000 અલગથી ચૂકવવાનો હુકમ કર્યો હતો.

સમગ્ર કેસની વિગત એવી છે કે ઉધના સ્થિત ત્રીશલા સોસાયટીમાં રહેતા અને આમેટ મિત્ર મંડળના અધ્યક્ષ એવા લલિત કચ્છારા દ્વારા 250 પેસેન્જરો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કર્યું હતુ. જે માટે કુલ બસ સહાર દરવાજાના આર.આર.ટ્રાવેલ્સમાં બુક કરાવાઈ હતી. પ્રવાસના દિવસે એક બસ ઓછી આવતા 40 જેટલા મુસાફરો અટવાયા હતા અને પ્રવાસ કેન્સલ કરવો પડયો હતો. જ્યારે બાકીની બસ પ્રવાસ શરૂ થવાના દિવસે દોઢ કલાક જેટલી મોડી પડી હતી. જેથી મુસાફરોના નાસ્તા, જમવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના લીધે ચાર ધાર્મિક સ્થળોએ જઈ શક્યુ નહતુ.

સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ એડવોકેટ પ્રીતિ જોષી મારફત ગ્રાહક કોર્ટમાં ટ્રાવેલ્સની સેવામાં ગંભીર ક્ષતિને લીધે પ્રવાસીઓને થયેલી હાડમારી અને ત્રાસ બાબતની ફરિયાદ કરી હતી. ફરિયાદ પર સુનાવણી ચાલી જતાં કોર્ટ દ્વારા ફરિયાદીને રૂપિયા 32,500 ફરિયાદ દાખલ કરવાની તારીખ 13-10-2010 થી નવ ટકાના વ્યાજ સહિત તથા માનસિક-ત્રાસ, નુકશાની વળતર તથા ફરિયાદ ખર્ચ પેટે રૂપિયા 25000 અલગથી ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.