• Gujarati News
  • દોઢ માસમાં ટીખળખોરે ફાયરમાં 50 ફેક કોલ કર્યા

દોઢ માસમાં ટીખળખોરે ફાયરમાં 50 ફેક કોલ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાદોઢ મહિનાથી આગ લાગી છે તેવો ખોટો કોલ કરીને એક ટીખળખોરે ફાયરબ્રિગેડના નાકમાં દમ લાવી દીધો છે. છાસવારે ફોન કરીને ટીખળખોર આગ લાગી હોવાનું કહી નીલગીરી સર્કલ પાસેની નારાયણનગર સોસાયટીનું સરનામું આપી રહ્યો છે. માનસિક વિકૃત યુવાને 50 જેટલા ખોટા કોલ કરતાં તેને પકડવા માટે ફાયરબ્રિગેડ સક્રીય બન્યું છે, પરંતુ ચાલાક યુવાન ખો આપી રહ્યો છે.

ફાયરબ્રિગેડના કન્ટ્રોલ રૂમના કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી ટીખળખોરથી પરેશાન છે. જોકે તે ટીખળખોર તેઓના હાથમાં આવી શક્યો નથી. અંગે કન્ટ્રોલના કર્મીઓએ વાયરલેસ ઓફિસર એસ.ટી.પટેલને ફરિયાદ કરતાં તેઓએ ફાયરઓફિસર મિશ્રા સાથે છટકું પણ ગોઠવ્યું હતું. જેમાં, જે મોબાઇલ નંબર પરથી કોલ કરતો હતો તેના પર એરટેલ કંપનીમાંથી બોલીએ છીએ લક્કી ડ્રોમાં ઘડિયાળ લાગ્યું હોવાની પણ લાલચ અપાઈ હતી. તેમાં યુવાને તેનુ નામ સ્વપ્નીલ પવાર હોવાનું જણાવે છે પરંતુ તેનું સરનામું નારાયણનગર ઉધના સ્ટેશન પાસે આપે છે. સરનામે કોઈ નારાયણનગર હોવાથી ફાયરબ્રિગેડ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. એટલું નહીં, ચાલાક ટીખળખોર ગિફ્ટને કુરિયર કરી દો તેમ પણ કહે છે. ઘણી વખત તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી પકડથી દૂર છે.

...ને ઓફિસર કન્ટ્રોલ રૂમના કર્મીને ખખડાવે છે

ફાયરબ્રિગેડના મહત્ત્વનાકન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ ટીખળખોરના ખોટા કોલને લીધે પરેશાન છે. છેલ્લા દોઢ મહિનાથી આગના ફેક કોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તે અંગેની પોલીસમાં ફરિયાદ કરવાને બદલે એક નંબર પરથી ફોન આવતો હોય તેને શું કામ રીસિવ કરો છો તેમ કહીને વાયરલેસ ઓફિસર કન્ટ્રોલ રૂમના કર્મચારીઓને ખખડાવે છે. કન્ટ્રોલ રૂમપના કર્મચારીઓ એકબાજુ ટીખળખોરથી પરેશાન છે તો બીજી તરફ વાયરલેસ ઓફિસર એસ.ટી. પટેલની વર્તનથી પણ કચવાટ ફેલાય રહ્યો છે.