• Gujarati News
  • સ્થળો પર જુગાર રમતાં 23 ઝડપાયા

સ્થળો પર જુગાર રમતાં 23 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાંજુદા-જુદા સ્થળો પર ધમધમતા જુગારખાના પર પોલીસે છાપો મારીને 23 જુગારીઓને ઝડપી લીધા હતા. જેઓની પાસેથી પોલીસે દાવ પરના તથા અંગઝડતીના મળી કુલ રૂ 17,940ની મત્તા કબજે કરી હતી.

ખટોદરા પોલીસે માનદરવાજા હળપતિ કોલોની રોડ પર છાપો મારી 7 જુગારીઓને ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે દાવ પરના તથા અંગઝડતીના મળી કુલ રૂ 7800ની મત્તા કબજે કરી હતી. પ્રમાણે લિબાયત પોલીસે બાતમીના આધારે નવાનગર પ્લોટ નં 154 પાસે તથા નવાનગર શિવશક્તિ ચોક પાસે જુગાર રમતાં 7ને ઝડપી લઈ રોકડા રૂ 4050 કબજે કર્યા હતા. જ્યારે પુણા પોલીસે બાતમીના આધારે રાજીવનગર ઝૂંપડપટ્ટી સહરાદરવાજા પાસે તથા કંતાનનગર ઝૂંપડપટ્ટીમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી રૂ 4890 કબજે કર્યા હતા.તેમજ સચિન પોલીસે બાતમીના આધારે રાજ અભિષેક સિટી હોમ્સના ખુલ્લા મેદાનમાંથી 3 જુગારીઓને ઝડપી રૂ 1200ની મત્તા કબજે કરી તમામ 23 જુગારીઓને જેલભેગા કર્યા હતા.