• Gujarati News
  • 3 દાયકા બાદ શહેરમાં બ્લેકવોટર ફીવર ફરી દેખાયો

3 દાયકા બાદ શહેરમાં બ્લેકવોટર ફીવર ફરી દેખાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1950પછી સાવ ગાયબ થઈ ગયેલો ‘બ્લેકવોટર ફિવર’ શહેરમાં ફરી દેખાયો છે. મેડિકલ જરનલમાં મેલેરિયા હિમોગ્લોબિનુરિયા’ના નામથી પણ જણાતો રોગ મેલેરિયાનો સૌથી જોખમી પ્રકાર ગણાવાય છે. ઊંચો મૃત્યુદર ધરાવતાં રોગમાં ઝેરી મેલેરિયા અને વાયવેક્સ એમ બંને પ્રકારના મેલેરિયાના જીવાણુઓ બ્લડમાં રક્તકણોને સતત નષ્ટ કરે છે. લોહીમાં ઝડપથી ઘટાડો કરવાની સાથે ઊંચા ધબકારા, તીવ્ર તાવ અને પેશાબમાં રક્તકણોની હાજરીને લીધે કાળા કે ડાર્કમરૂન કલરનો પેશાબ થવો રોગના લક્ષણો છે. રોગની સારવાર તો ઉપલબ્ધ છે પરંતુ જો ઝડપથી તેનું નિદાન નહીં થાય તો કિડની ફેઈલ્યોર, લિવર, ફેફસાં અને મગજમાં ક્લોટિંગ થવાને લીધે સેરિબ્રલ મેલેરિયા જેવા નવા જોખમો પણ ઉભા થવાની શક્યતાં ધરાવે છે. રોગ છેલ્લાં ત્રણ દાયકાથી શહેરમાં બહુ નજરે પડ્યો નહતો, પરંતુ હાલમાં રાંદેર રોડ વિસ્તારમાં એક દર્દીમાં જોવા મળ્યો છે.

બ્લેકવોટર ફિવર મેલેરિયાનો એક પ્રકાર ગણાવાય છે. જોકે, ખૂબ જવલ્લેજ જોવા મળતો રોગ છેલ્લાં ત્રણ દાયકાથી શહેરમાં ખાસ જોવા નથી મળ્યો. રાંદેરરોડ ઉપર રહેતાં દર્દીમાં પ્રકારના લક્ષ્ણો જોવા મળ્યાં હતાં. હાલમાં શહેરની મહાવીર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, તેવું જણાવતાં શહેરના જાણીતા ફિઝિશ્યન ડો.રમેશ મોદીનું કહેવું હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રકારનો ફિવરનો કેસ ધ્યાને નથી આવ્યો. આમતો રોગની સારવાર થઈ શકે છે પરંતુ તેનું નિદાન ઝડપથી થવું જરૂરી છે. પાલિકાના પૂર્વ ડેપ્યુટી કમિશનર ઓફ હેલ્થ ડો. આઈ.સી. પટેલનું કહેવું છે. સામાન્ય રીતે મેલેરિયા કે ઝેરી મેલેરિયામાં તેના જીવાણુંઓ રક્તકણો ઉપર એકવાર હુમલો કરીને નાશ કરતાં હોય છે. જ્યારે કેસમાં રક્તકણો ઉપર મેલેરિયાના જીવાણુઓનો સતત હુમલો ચાલુ રહે છે. તેના કારણે નાશ પામેલા રક્તકણોને લીધે લોહી ડાર્ક રંગનું થઈ જાય અને તેના કારણે યુરિન પણ બ્લેક કલરનું કે ડાર્ક મરૂન રંગનું થાય છે. એટલે, તેને બ્લેકવોટર ફિવર કહે છે.

કઈ રીતે રોગ થાય છેω

શું કાળજી રાખવી |આ રોગપણ મેલેરિયાનો એક જવલ્લે જોવા મળતો એક પ્રકાર છે. એટલે તેના માટે પહેલી કાળજી તો આસપાસમાં મચ્છર નહીં થાય તેની રાખવી. મલેરિયા થાય તો તેની પૂરી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. નહીં તો સતત મેલેરિયા થાય ત્યારે તેમાં દર્દીની હેલ્થ પ્રોફાઈલમાં કોઈ ખામીની સાથે રોગ થવાના સંજોગ ડેવલપ થઈ શકે.

જોખમ | રક્તકણોસતત ઘટવાને લીધે કિડની ફેઈલ્યોર, લિવરને ડેમજ થવું,