• Gujarati News
  • કેન્સરથી પુત્રનું મોત થતાં માતા પિતા સંન્યાસ માર્ગે પ્રયાણ કરશે

કેન્સરથી પુત્રનું મોત થતાં માતા-પિતા સંન્યાસ માર્ગે પ્રયાણ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનમાંજેના માટે બધી ખુશી હતી તે રહેતા માતા-પિતાએ સંયમ માર્ગનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું છે. મૂળ પિંડવાળાના નિવાસી નરેન્દ્રભાઇ તથા નીતાબેન આગામી 11 મેના રોજ સજોડે દીક્ષા લઇને સંયમ માર્ગે પ્રયાણ કરશે.

સુરતમાં સાડીનો બિઝનેસ કરતાં નરેન્દ્ર કુમારના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્ર અને પુત્રી હતાં. વર્ષોની મહેતન બાદ કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી હતી. પુત્રીને સારા ઘરમાં પરણાવીને તેઓ પુત્રનાં લગ્નની તૈયારીઓમાં લાગી ગયા સારી છોકરી મળતાં સગાઇ પણ કરી નાખવામાં આવી, પણ તેમની ખુશીઓને કોઇની નજર લાગી ગઇ હોય તે તેમના એકના એક પુત્રને કેન્સરની જીવલેણ બીમારી થઇ અને પાણીની જેમ પૈસા સારવારમાં વહાડવા છતાં પણ તેમનો પુત્ર ના બચી શક્યો. ત્રણ વર્ષથી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યાં હતાં અને સમય દરમિયાન તેઆે ધર્મભક્તિમાં લીન બન્યાં અને બન્ને પતિ-પત્નીએ સજોડે દીક્ષા લઇ સંયમ માર્ગનો સ્વીકાર કરવાનું મન બનાવી લીધું. આગામી 11 મેનાં રોજ તેઓ દીક્ષા અંગીકાર કરીને જિનશાસનની પ્રભાવનાં વધારશે. જેને લઇ તૈયારીઆે આરંભી દેવામાં આવી છે.