• Gujarati News
  • પાંડેસરામાં ડાઈંગ મીલમાં સ્ટેન્ટર મશીનમાં ઓવરહીટ થતા આગ

પાંડેસરામાં ડાઈંગ મીલમાં સ્ટેન્ટર મશીનમાં ઓવરહીટ થતા આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાજીઆઈડીસીમાં એક ડાઈંગમીલમાં સ્ટેન્ટર મશીનમા ઓવરહીટને કારણે આગભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રીગેડ ઘટના સ્થળે ધસી ગઈ હતી જોકે ફાયરબ્રીગેડ પહોંચે તે પહેલા તો મીલના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

બનાવ સંદર્ભે ફાયરના સુત્રો મળતી વિગતો અનુસાર પાંડેસરા જીઆઈડીસીમાં મારૂતી ડાઈંગની બાજુમાં આવેલી પાયોનીયર ડાઈંગ એન્ડ પ્રીન્ટીંગ મીલમાં શુક્રવારે બપોરે સ્ટેન્ટર મશીનમાં ઓવરહીટને કારણે આગ ભભુકી ઉઠી હતી. આગની જાણ થતાની સાથે મીલમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રીગેડ ઘટના સ્થળે ધસી ગઈ હતી. જોકે ફાયર બ્રીગેડ પહોંચે તે પહેલાતો કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાની જઈ હતી.