તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બજેટ માટે કોર્પોરેટરના સૂચનો લેવાનું શરૂ કરાયું

બજેટ માટે કોર્પોરેટરના સૂચનો લેવાનું શરૂ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાનાબજેટને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાયા બાદ તમામ સાત ઝોનના કોર્પોરેટર, ભાજપના વોર્ડ પ્રમુખ અને મંત્રીઓ સાથે બજેટમાં નવા આયોજન કરવા અંગે ચર્ચા શરૂ કરવામાં આવી છે. આજે કતારગામ અને વરાછા ઝોન સિવાયના તમામ ઝોનમાં નવા આયોજન શું થઈ શકે અંગે સૂચનો મંગાવાયા હતા. મ્યુ. કમિશનરે વર્ષ 2014-15નુ સુધારેલું અને 2015-16નુ ડ્રાફ્ટ બજેટ મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મોકલી આપ્યું છે. અઠવાલાઇન્સ ખાતે થયેલી ચર્ચામાં આજે રાંદેર, અઠવા, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટર તથા ભાજપના વોર્ડના પ્રમુખ અને મંત્રી પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. સૂચનોના આધારે બજેટમાં નવા સુધારા કરવામાં આવશે. મંગળવારે કતારગામ અને વરાછા ઝોનના કોર્પોરેટર, વોર્ડના પ્રમુખ અને મંત્રીના સૂચનો સાંભળવામાં આવશે. ભાજપ સંગઠનનના વિવિધ મોરચાના હોદ્દેદારો પાસેથી પણ પાલિકાના બજેટમાં કયા સુધારા કરવામાં આવે તે અંગેના સૂચનો સાંભળવામાં આવશે.