• Gujarati News
  • વધુ 4 ખાડીઓનું રિમોડલિંગ કરાશે

વધુ 4 ખાડીઓનું રિમોડલિંગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીખાડીઓની ફરતે દબાણ થઇ જવાને કારણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં સૌથી મોટી સમસ્યા સર્જાય રહી છે. વળી, આને કારણે ખાડીપૂરની પણ સમસ્યા સર્જાતી હોવાથી દબાણ દૂર કરી વરસાદી પાણીનો નિકાલ થાય અને ફરતે વ્હીકલ ટ્રેક બને તે સહિતની શકયતાઓ ચકાસવા કન્સલટન્ટની નિમણૂંક કરવા પાલિકાની સ્થાયી સમિતિમાં મંગળવારે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેથી તેની મંજૂરી બાદ 400 કરોડની મહત્વકાંક્ષી મિંઢોળા રિવર રિહેબિલિટેશન યોજના હેઠળ ખાડીને નવતરરૂપ આપવાનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની શરૂઆત કરાશે.

મિંઢોલા રિવર રિહેબિલિટેશન હેઠળ કાંકારા અને મીઠીખાડીના બંને કાંઠે 6 મીટર પહોળાઇમાં વ્હીલક ટ્રેક બનાવવાની સાથે સાથે ખાડીમાં વરસાદી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થાય અને ખાડીની ફરતે થયેલા દબાણો દૂર થાય તે માટે ખાડીને રિમોડલિંગ અને રિસ્ટ્રક્ચરિંગની કામગીરી કરવાનો ફિઝિબિલિટી રિપોર્ટ, ડિટેઇલ એન્જીનિયરીંગ સહિતનો ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા માટે કન્સલટન્ટ તરીકે વેપકોસ લિમિટેડને નિમવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

જોકે કંપની દ્વારા મીઠી ખાડી અને કાંકરાખાડી પર રીહેબીલીટેશનનો રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

6.21

કિમીછાપરાભાઠા

1.09

કિમીકાંકરા ખાડી

11.0

કિમીભેદવાદ ખાડી

8.35

કિમીકોયલી ખાડી

5.07

કિમીવરાછા ખાડી

ખાડીઓની કામગીરી સોંપાશે

31.72 કિમીનીલંબાઇ ધરાવતી ખાડીઓનું રીમોડલીંગ કરવા 400 કરોડના ખર્ચનો અંદાજ છે. તેમાં કેન્દ્ર સરકારની 60 ટકા ગ્રાંટ ફાળવાશે, જેથી 240 કરોડની ગ્રાંટનો કેન્દ્રમાંથી પ્રોજેક્ટ અંતર્ગત મળનાર છે.

} વરસાદીપાણીનો નિકાલ થાય તે માટે નહેરની માફક વિકસાવાશે

}ગંદુપાણી ખાડીમાં નહી છોડાય તે માટે તમામ આઉટલેટ બંધ કરાશે

}ટ્રાફિકનીસમસ્યા નિવારવા માટે ખાડીની ફરતે વ્હીકલ ટ્રેક બનાવાશે

}ખાડીનીફરતે થયેલા દબાણ દુર કરવાની પણ કામગીરી કરાશે

240 કરોડની ગ્રાંટ કેન્દ્ર આપશે

ખાડીઓના રિમોડલિંગમાં શું કરાશે?