તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 15થી વધુ વખત નિયમ ભંગ કરનાર 30 વાહનચાલકોના લાઈસન્સ જપ્ત

15થી વધુ વખત નિયમ ભંગ કરનાર 30 વાહનચાલકોના લાઈસન્સ જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં15થી વધુ વખત ટ્રાફિક નિયમન ભંગ કરનારા 30 જેટલા વાહનચાલકોના સોમવારે લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત તેઓના લાઇસન્સ શા માટે રદ્દ કરવામાં આવે તે અંગે આરટીઓ દ્વારા જવાબ લેવામાં આવ્યા હતા.

શહેરમાં વાહનચાલકો ટ્રાફિક નિયમનનું કડકપણે પાલન કરે તે માટે આરટીઓ તથા પોલીસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હેલમેટ વગર કે ધુમ સ્ટાઇલે બાઇક ચલાવવી. જાહેર રસ્તામાં આડેધડ બાઇક પાર્ક કરી ટ્રાફિક નિયમન ભંગ કરતા ચાલકોને ટ્રાફિક પોલીસ મેમો ફટકારતી હોય છેે. રીતે 15થી વધુ વખત ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને આરટીઓએ નોટિસ ફટકારી હતી. વારંવાર મેમો ફટકારાયા છતાંય સુધરતાં વાહનચાલકોના શા માટે લાઇસન્સ રદ્દ કરવા તે અંગે નોટિસ દ્વારા જવાબ માગવામાં આવ્યા હતા. સોમવારે આરટીઓમાં 30 જેટલા વાહનચાલકો જવાબ આપવા માટે હાજર રહ્યા હતા. આરટીઓએ તમામના લાઇસન્સ જપ્ત કરી જવાબ લેવામાં આવ્યા હતા. આરટીઓ હવે ટુંક સમયમાં નિર્ણય લેશે કે વાહનચાલકોના લાઇસન્સ રદ્દ કરવા કે કેમ.