તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ નેશનલ લેવલથી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના વિરોધ બાદ SVNIT અટકાવેલા પરિણામો જાહેર કરશે

એસવીએનઆઈટીમાંસુરત સિટીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં ફરજિયાત રહેવાના સત્તાધીશોના મનસ્વી નિર્ણયના વિરોધમાં કાર્યકર્તાઓએ મોરચો કાઢી કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરીને ડિરેક્ટરને આવેદન આપ્યું હતું. નિયમ હેઠળ હોસ્ટેલ ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવી દેવાયા હતા, જે સોમવારે જાહેર કરાયા હતા.

એસવીએનઆઈટીએ વર્ષની શરૂઆતમાં નવા પ્રવેશ લેવા આવેલા વિદ્યાર્થીઓ માટે નિયમ જાહેર કર્યો હતો કે દરેક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ફરજિયાત રહેવું પડશે. જો કે, પૈકી 70 વિદ્યાર્થી એવા હતા કે જેઓ સુરતમાં રહે છે, તેમને પણ નિયમ લાગુ પડાયો હતો, જેથી તેમણે 40 હજાર વાર્ષિક ફી ભરવી પડે છે. આવા ઘણા વિદ્યાર્થીઓએ અગાઉ પણ વિવાદાસ્પદ નિમયનો વિરોધ કર્યો હતો.

વળી, એસવીએનઆઇટીએ હાલમાં આવા 70 વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓએ ડિરેક્ટરને આવેદનપત્ર આપી નિયમ રદ્દ કરવા માટે રજૂઆત કરતા ડિરેક્ટરે વિદ્યાર્થીઓનું પરિણામ જાહરે કરી દેવાની ખાતરી આપી હતી.

માત્ર હોસ્ટેલ ભરવા નિયમ લાગુ કરાયો

^અહીં બોયઝ માટે 10 હોસ્ટેલ છે. ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલના પણ ઉપરના ત્રણ ફ્લોર ખાલી છે, જેથી કોલેજે બનાવેલી હોસ્ટેલની બિલ્ડિંગો ભરવા માટે સત્તાધિશોએ નિર્ણય લીધો હતો, જેના કારણે વિદ્યાર્થી�\\\"માં રોષ ફેલાયો છે. > સુનિલપટેલ, વિદ્યાર્થી(નામ બદલ્યું છે)