તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેજવાડા ગામે નહેરનાં તણાયેલા યુવકનાં મૃતદેહ બોરિયાથી મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા: બારડોલી તાલુકાના સેજવાડ ગામેથી પસાર થતી ડાબા કાંઠાની નહેરમાંથી રિક્ષા ધોવા માટે પાણી લેવા જતાં યુવાનનો પગ લપસી જતાં ધસમસતા પાણીમાં ડુબી ગયો હતો. જેના મૃતદેહ બીજા દિવસે સવારે ઘટના સ્થળેથી અંદાજિત 3 કિમી દૂર મહુવા તાલુકાના બોરિયા ગામેથી પસા રથતી નહેરમાંથી મળી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઈ યુવાનની લાશ નહેરના પાણીમાંથી બહાર કઢાવી આગલની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નહેરમાં પાણી લેવા જતી વેળા પગ લપસી જતાં તણાયો હતો
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ બારડોલી નગરના ભંડારી વાડ ખાતે રહેતા યુવાન કલ્પેશ રાજુભાઈ ભંડારી (28) રિક્ષા ચલાવવાનું કામ કરે છે. ગત શુક્રવારના રોજ સાંજે બારડોલીથી રક્ષાનું ભાડુ લઈ સેજવાડ ગામે ગયો હતો. અને મુસાફરોને ઉતારી ત્યાંથી પસારથતી કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય કેનાલ નજીક સાંજે પોતાની રિક્ષા (GJ-19U-6383)મુકી રિક્ષા ધોવા માટે પાણીની બોટલ લઈ નહેરમાં પાણી લેવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં ધસમસતા પાણીમાં ડુબી
ગયો હતો.

જે સેજવાડ ગામના સ્થાનિક યુવાનોએ જોતા યુવાનને બચાવવા નેહરના પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. બારડોલી ફાયર ફાયટરો દ્વારા પણ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ પણ યુવાન કલ્પેશને શોધી શક્યા ન હતાં. ત્યારબાદ 10 સપ્ટેમ્બરને શનિવારના રોજ સેજવાડથી ત્રણ કિમી દૂર બોરિયા ગામેથી પસાર થતી નહેરમાં સવારે યુવાનનો મૃતદેહ નજરે પડતાં સ્થાનિકોએ ત્વરિત મહુવા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઈ યુવાન કલ્પેશ ભંડારીની લાશ નહેરના પાણીમાંથી બહાર કાઢી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો