તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુમ થયેલા કિશોરે જાતે અપહરણનું તરકટ રચી 5 લાખની ખંડણી માંગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: વરાછામાંથી 11મીએ કથિત રીતે અપહરણ કરાયેલા 14 વર્ષના કિશોરે જાતે કાપોદ્રામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઇડરીનાઅપહરણનું તરકટ કરીને ફેસબુકથી મામાને મેસેજ મુકીને 5 લાખની માંગણી કરી હતી. વ્યવસાય સાથે સંકળાયેલા ભુપતભાઇ તાગડિયાનો દીકરો મયંક ધો. 10માં અભ્યાસ કરે છે. તે 11મીએ બપોરે ઘરેથી વરાછા અંકુર ચોકડી પાસે આવેલ વરાછા બેંકમાં પાસબુક લેવા ગયો હતો. પછી તે પાછો આવ્યો ન હતો. ભુપતભાઇએ અજાણ્યા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપતાં ગુનો દાખલ કર્યો હતો. મયંકના મામાના ફેસબુક પર 5 લાખની ખંડણી માંગતો મેસેજ આવ્યો હતો.
ક્રાઇમબ્રાંચે કિશોરને વડોદરા રેલવે સ્ટેશન પાસેથી શોધી કાઢ્યો
જો રૂપિયા નહીં મળે તો મયંક સલામત નહીં રહે તેવી ધમકી લખી હતી. ધમકી મળતાં ક્રાઇમબ્રાંચ તપાસમાં લાગી ગઇ હતી. ક્રાઇમબ્રાંચે આઇટી એક્સપર્ટ અને ટેક્નિકલ ટીમની મદદથી તપાસ કરતા આ મેસેજ વડોદરાના સાઇબર કેફેમાંથી આવ્યો હતો. તેથી ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક વડોદરા પહોંચી ગઈ હતી. જ્યાં તપાસ કરી તો સાઇબર કેફેના સીસી ટીવી ફુટેજ ચેક કરતા મયંક જાતેજ મેસેજ કરતો હોય એવું દેખાયું હતું. આનાથી એ તો સ્પષ્ટ થઇ ગયું હતું કે મયંકનું અપહરણ નથી થયું એટલે એના જીવને કાંઇ જોખમ નથી. ત્યાર બાદ વડોદરામાં વિસ્તારોમાં તપાસ કરતા રેલવે સ્ટેશન પાસેથી મયંક મળી આવ્યો હતો. ક્રાઇમબ્રાંચ તેને લઇને સુરત આવી હતી.
સાઇબર કેફેવાળાને રૂપિયા આપ્યા વગર ભાગી ગયો

મંયક 11મીએ ટ્રેનમાં વડોદરા પહોંચી ગયો હતો. ત્યાં રાત્રે પ્લેટફોર્મ પર તથા આસપાસ ફરતો રહ્યો હતો. 12મીએ સાઇબર કાફેમાં જઇને પોતાના ફેસબુક આઇડી પરથી મામાને મેસેજ કર્યો હતો. તેના 10 રૂપિયા કાફેવાળાને આપ્યા હતા. બીજી વખત ફરીથી તેજ કાફેમાં ગયો અને તેની બહેનને ખંડણી માટેનો મેસેજ કર્યો હતો. તે સમયે મયંક કાફેવાળાને રૂપિયા આપ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. બે દિવસથી મયંક જમ્યો પણ નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો