સુરત: ખાતામાંથી વિથ્ડ્રોની લિમિટ હટાવાઇ પણ ATM હજુ ખાલીખમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: નોટબંધીના 126 દિવસ બાદ અર્થાત 13 માર્ચથી કેન્દ્વ દ્વારા  ખાતામાંથી વિથ્ડ્રોની  લિમિટ હટાવી તો દેવાઇ છે પરંતું એટીએમ પૂર્વવત નહી થતાં ઓછી રકમ માટે પણ બેંકમાં ધક્કા વધી જવાની લોક ફરિયાદ ઉઠી છે. બીજી તરફ શહેરના છેવાડે આવેલા વિસ્તારોના એટીએમ બે દિવસે એકવાર રીફિલ થઇ રહ્યા છે.
 
નોટબંધી લાગુ કરાયાના 126 દિવસમાં બેંકમાં ધક્કાની સાથે ચાર્જીસનો બોજ વધ્યાની લોક ફરિયાદ
 
આરબીઆઇ દ્વારા એક માસ અગાઉ જ કરી દેવાયેલી જાહેરાત મુજબ 13 માર્ચથી સેવિંગ્સ એકાઉન્ટ પર મુકવામાં આવેલી 50 હજારની વિથ્ડ્રો લિમિટ દૂર કરી દેવામાં આવી છે પણ હજુ પણ લોક ફરિયાદમાં ઘટાડો થયો નથી. અર્થતંત્રમાંથી ખેંચી લેવાયેલી 500-1000ની 14 લાખ કરોડ નોટો સામે ફરતી કરાયેલી 2000-500ની ઓછા જથ્થામાં કરન્સીના કારણે મજબૂરીવસ લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા છે પરંતું શહેરના એટીએમની હાલતમાં હજુ પણ ખાસ સુધારો જોવા મળ્યો નથી. શહેરના 2083 એટીએમ પૈકી 50 ટકા એટીએમ હજુ પણ કરન્સીના અભાવે બિનકાર્યરત અવસ્થામાં છે.

નોટબંધીના 126 દિવસ પછી શહેરની 45 સરકારી,સહકારી તેમજ ખાનગી બેંકોની 750 બ્રાંચની સ્થિતિ ઓછા-વત્તા પ્રમાણમાં સ્થિર થઇ ચૂકી છે પરંતું એટીએમની ઉણપ સાથે રૂપિયાની ઓછી જરૂરિયાત તેમજ મર્યાદિત ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જીસનો ટોપલો ઝીંકી દેવાના કારણે બેંકના ધક્કા વધી જવાની લોક ફરિયાદ ઉઠી છે.શહેરના 2083 એટીએમો પૈકી શહેરના છેવાડે આવેલા વિસ્તારોના એટીએમ બે દિવસે એકવાર રીફિલ થઇ રહ્યા છે. જેના કારણે નાણાંની અછત વર્તાઇ રહી છે. બીજીતરફ ડિજીટલ પેમેન્ટના કારણે ઘણી જરૂરિયાતની વસ્તુની ખરીદી પર એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડી રહ્યો હોવાની ફરિયાદનો
ઉમેરો થયો છે.
 
બેંક કર્મચારીઓના કામમાં પણ વધારો થયો

સરકારી બેંકના વડા અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે, પહેલેથી કર્મચારીઓનો ઘટ છે એવામાં નોટબંધી પછી એટીએમની જરૂરિયાત વધુ પણ ઉપયોગ ઓછો થઇ ગયો છે. ચેક ક્લીયરીંગ અને ટ્રાન્સફરનું કામ વધી જતાં કર્મચારીઓની કામગીરીમાં 60 થી 70 ટકાનો વધારો થયો છે. વિથ્ડ્રો તો પુરતા પ્રમાણમાં આપી શકાય છે પણ ચેક કલીયરીંગમાં એકાદ બે દિવસ વધુ લાગી જાય છે.

કરન્સીના અભાવે હજુ પણ એટીએમ બંધ

કરન્સીની ડિમાન્ડ પ્રમાણે સેવિંગ્સ ખાતામાંથી વિથ્ડ્રોની મર્યાદાને હવે પહોંચી વળાય છે. મોટી રકમ હોઇ તો ખાતેદારને એક-બે દિવસનું વેઇટીંગ આપવામાં આવે છે બાકી કરન્સીના અભાવે એટીએમ રીફિલ કરવાની ઓછા-વત્તા પ્રમાણમાં સમસ્યા યથાવત છે.- વી.બી.ધાનાણી, મેનેજર, ધી વરાછા કો.ઓપરેટીવ બેંક
 
ATM હજુ પણ બંધ

નોટબંધીના 126 દિવસ પછી સેવિંગ્સ ખાતામાંથી દૂર કરાયેલી વિથ્ડ્રોની લિમિટ વિશે એસબીઆઇની એક વડા અધિકારી સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે જિલ્લા તેમજ શહેરમાં 200 એટીએમ છે જેને રીફિલ કરવામાં માટે હાલ 4 ટીમ કાર્યરત છે એક એટીએમ રિફીલ કરતાં 20 થી 30 મિનિટનો સમય લાગતો હોઇ છે એવામાં ઓછી કરન્સી અને મર્યાદિત મેનપાવરના કારણે તમામ એટીએમ રિફિલ થઇ શકતાં નથી.
અન્ય સમાચારો પણ છે...