તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: ભાભીને જીવતી ભૂંજનારી 2 નણંદને આજીવન કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ચકચારિત અમી શાહ હત્યાકાંડમાં સોમવારે સેશન્સ કોર્ટે આરોપી બે નણંદોને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો હતો. મિલકતના ઝઘડામાં ભાભીને રૂપિયા 13 લાખ આપવા નહીં પડે એ માટે સગી બહેનોએ ક્રુરતાની હદ વટાવી પહેલાં મરનાર વિધવા ભાભીને ઘેનનું ઇન્જેકશન આપીને ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને ત્યારબાદ લાશને અબ્રામા સ્થિત એક ખેતરમાં સળગાવી દીધી હતી.
મિલકતના ઝઘડામાં રૂપિયા 13 લાખ આપવા નહીં પડે એ માટે બંને બહેનોએ ક્રૂરતાની હદ વટાવી હતી
કેસની હકીકત મુજબ રૂવાળા ટેકરા ખાતે રહેતા અમી શાહના લગ્ન પ્રફુલ શાહ સાથે થયા હતા. જો કે, અકસ્માતમાં પ્રફુલભાઈનું મોત નિપજતા તેમની મિલકત બાબતે બે નણંદ બીના ભુપેન્દ્ર શાહ (રહે. સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન) અને ફાલ્ગુની અતુલકુમાર શાહ (રહે. સંગમ ટાઉનશીપ, પાલગામ) અે ભાભી અમી શાહ સાથે તકરાર શરૂ કરી હતી. આ તકરારનું નિવારણ લોક અદાલતમાં આવ્યુ હતુ જ્યાં નણંદોએ રૂપિયા 13 લાખ ભાભીને આપવા અંગેનો હુકમ થયો હતો. પરંતુ બંને આરોપી નણંદોએ આ રકમ આપવી નહતી.
ભાભીનું કાસળ કાઢી નાંખવા પ્લાન ઘડ્યો
બંનેએ ભાભીનું કાસળ કાઢી નાંખવા પ્લાન ઘડ્યો હતો. જે અનુસાર બંને ભાભીને 12 ઓકટોબર, 2007ના રોજ કવોલિસ ગાડી નંબર (જીજે-5-સીએ-3839) ભાડે કરી હતી જેનો ડ્રાયવર સંજય હતો. દેવદર્શનના બહારને બંને નણંદો ભાભીને લઇ અંકલેશ્વર તરફ ઉપડી હતી. રસ્તામાં એક હોટલ પાસે બંને નણંદે ડ્રાયવરને જમવા મોકલ્યો હતો અને બીજી તરફ ભાભીને ઘેનનું ઇન્જેકશન આપી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે ડ્રાયવર પરત ફર્યો ત્યારે તેને શંકા જતાં બીનાએ ડ્રાયવરને પણ ઇન્જેકશન મારવાની ધમકી આપી ગાડી અબ્રામા તરફ લઇ જવા જણાવ્યુ હતુ. બાદમાં રસ્તામાંથી પેટ્રોલ ખરીદી અમીબેનની લાશને અબ્રામા પાસેના એક ખેતરમાં નાંખી તેને સળગાવી દીધી હતી.
ગેલેરીમાંથી ફેંકી દેવાનો પણ પ્લાન ઘડ્યો હતો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...