લીમોદરામાં બે જૂથો બાખડતાં બેથી વધુને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા: માંગરોળ તાલુકાના લીમોદરા ગામે મંગળવારની રાત્રિના બાપ દીકરાએ ભેગા મળી બે ભાઈઓને મારમારી ગંભીર ઈજા પહોંચતાં કોસંબા પોલીસમાં ફરિયાદ થઈ હતી. મંગળવારની રાત્રેલીમોદરા ગામના આદિવાસી ફળિયામાં રહેતા સંજયભાઈ સુમનભાઈ રાઠોડ ગામના વાવ ફળિયામાં કામથી ગયા હતાં. જ્યાં ગામના પ્રકાશભાઈ દિનેશભાઈ વસાવા અને તેમના પિતા દિનેશભાઈ બેચરભાઈ વસાવા સાથે ઝઘડો થયો હતો. જેમાં આ બાપ દીકરાએ સંજને માથાના ભાગે લાકડાનો સપાટો મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતાં.
 
સપાટા વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતાં
 
જે અંગેની જાણ તેમના કુટુંબીભાઈ ખોડાભાઈ મેલજીભાઈ રાઠોડને થતાં તેમની પત્ની અને બહેન મનીષા સાથે વાવ ફળિયામાં ગયા હતાં અને સંજયભાઈને માર મારનાર બાપ દીકરા પ્રકાશ અને દિનેશને મારા ભાઈને કેમ માર્યો તેમ જણાવતાં ઉશ્કેરાયેલા આ બાપ દીકરાએ ખોડાભાઈને પણ લાકડાના સપાટા વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતાં. આ લોકોને સ્થાનિક લોકોએ વધુ માર ખાતાં બચાવી લેતાં ખોડાભાઈએ બંને બાપ દીકરા પ્રકાશ અને દિનેશની વિરુદ્ધ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...