તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: ભેસ્તાન રોડ પર ચાલુ ST બસમાં આગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પાંડેસરા પ્રેમનગર-ભેંદવાડ પાસે અસામાજિક તત્વોએ એસટી પર પથ્થરમારો કરી બસમાં આગ ચાંપી દીધી હતી. બસમાં બેઠેલા મુસાફરો, અને ચાલક-કંન્ડક્ટરે ત્યાંથી જીવ બચાવીને ભાગવાની નોબત આવી હતી. બિહારમાં આંબેડકરના પુતળાને થપ્પડ મારતો વિડીયો વાયરલ થયો અને તેમાં ટોળાએ જ્ય ભીમના નાળા લગાડીને બસને આગ ચાંપી દીધી હતી.
 
મુસાફરો, બસના ચાલક-કંન્ડક્ટરે જીવ બચાવીને ભાગવુ પડ્યું
 
પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ભેંદવાડના પ્રેમનગર પાસે શનિવારે રાત્રે 8 વાગ્યે 100થી વધુના તોફાની ટોળાએ બસની બારીના કાચ પથ્થર મારીને તોડી નાખ્યા બાદ ટોળાએ બસમાં આગ ચાંપી દીધી હતી. વિફરેલા ટોળાને કારણે મુસાફરો તેમજ બસના ચાલક-કંન્ડક્ટરે જીવ બચાવીને ભાગવુ પડયું હતું. નવસારીથી નીકળેલી આ બસ સુરત થઈને ધાનેરા જતી હતી. આ ઘટના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એફએસએલના અધિકારીઓ નિરિક્ષણ માટે આવ્યા હતા. મોડીરાત્રે એસ ટી બસને રસ્તા પરથી પોલીસે ખસેડી લીધી હતી. પાંડેસરા પોલીસે મોડીરાત્રે બસના કંન્ડક્ટરની ફરિયાદ લઈને ટોળા સામે ગુનો દાખલ કરવા માટેની તજવીજ શરૂ હાથ ધરાઇ હતી.
 
સદનસીબે ઘટનામાં કોઇને ઇજા થઇ નથી
 
એસ.ટી બસ નંબર જીજે-18-ઝેડ-1856માં રાત્રીના 8 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. આ બસ નવસારી થી સુરત થઈને ઘાનેરા જતી હતી. બસમા આગ લગાવી હોવાની વાત જ્યારે બસનો ચાલક-કંન્ડક્ટર આવ્યા ત્યારે ખબર પડી હતી. બન્ને જણા મુસાફરો સાથે ટોળાના ડરને કારણે ભાગી ગયા હતા. આગમાં બસની સિટો વાયરિંગ બળી ગયું હતું. આગમાં કોઈને ઈજા થવા પામી ન હતી. 
- હરીભાઈ બોરત્સે,  ફાયર ઓફિસર
 
સુરત-નવસારી રોડની બસોને ડાયવર્ટ કરાઇ
 
એસ ટી બસ સળગાવી દેવાના મામલામાં સુરત-નવસારી મેઈન રોડ પરથી ‌આવતી-જતી તમામ એસટીની બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. આ રૂટની તમામ બસોને હવે વાયા કડોદરા થઈને નવસારી જશે. 
- એન.એમ.રાજગુરૂ,  સુરત એસટી નિયામક
 
પથ્થરમારો કરી બસને આગ ચાંપી દેવામાં આવી
 
બિહારમાં આંબેડકરના પુતળાને ઠપ્પડ મારતો વિડીયો વાયરલ થયો હતો. જેના કારણે સ્થાનીક ટોળાએ જ્ય ભીમના નારા લગાડીને બસને રોકીને પથ્થરમારો કરી આગ ચાંપી દીધી હતી. આ બાબતે રાયોટીંગનો ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરી છે. તેમજ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલમાં પરિસ્થિ્તી નિયત્રંણમાં છે. 
- એમ.એસ.ભાભોર-ડીસીપી-સુરત પોલીસ
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો