સુરત: ટ્રાન્સપોટર, વરાછાના જ્વેલર્સે 26 લાખ કબૂલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: નોટબંધી બાદ આઇટીએ જે કરદાતાઓએ બેન્ક ડિપોઝિટ બાબતે કોઈ જ જવાબ આપ્યો નથી એવા કરદાતાઓને ત્યાં સરવે કરીને પીએમજીકેવાય (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના)માં ડિસ્કલોઝર કરાવવાની શરૂઆત કરી છે. આ કડીમાં શનિવારે રેન્જ-7એ સ્ટેશનના ટ્રાન્સપોટર્સ અને વરાછાના જ્વેલર્સને ત્યાં સરવે કરીને રૂ. 26 લાખ પીએમજીકેવાયમાં કબૂલ કરાવ્યા હતા.
 
હોળી બાદ આવકવેરા વિભાગનો સરવેનો બીજો રાઉન્ડ શરૂ કરાશે
 
રેન્જ-7ના 12 જેટલાં અધિકારીઓએ સ્ટેશન અને વરાછામાં સરવે હાથ ધર્યો હતો. સ્ટેશનના ટ્રાન્સપોટર્સ દ્વારા નોટબંધી દરમિયાન બેન્કમાં રૂપિયા 42 લાખ જમા કરાવ્યા હતા. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોના છે એ બાબતે જ્યારે ખુલાસો પુછાયો ત્યારે તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આથી અધિકારીઓની સમજાવટ બાદ તેણે પીએમજીકેવાયમાં રૂપિયા 15 લાખ જાહેર કર્યા હતા. જ્યારે એક ટીમે વરાછાના જ્વેલર્સને ત્યાં તપાસ કરી હતી. આ જવેલર્સે નોટબંધી દરમિયાન બેંકમાં 18 લાખ જમા કરાવ્યા હતા. અધિકારીઓએ હિસાબી ચોપડા અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી. ડિપોઝિટ પૈકી રૂપિયા 11 લાખ બાબતે યોગ્ય ખુલાસો ન થતાં આ પુરેપુરે રકમ તેણે પીએમજીકેવાયમાં જાહેર કરી હતી. જોકે થોડા દિવસ પહેલાં પીએમજીકેવાયમાં કે. કે. ગ્લાસે 2.25 કરોડ જાહેર કર્યા હતા.
 
31મી માર્ચ સુધી આવી જ સ્થિતિ રહેશે

આઇટી સૂત્રો કહે છે કે આગામી 31મી માર્ચ સુધી સરવે ચાલનાર છે. દરેક રેન્જ દ્વારા 10-10 કેસ તૈયાર કરી દેવાયા છે. પીએમજીકેવાયમાં ડિસ્કલોઝર કરાવવા માટે અધિકારીઓ પર પણ દબાણ છે. એટલે હોળી બાદ 31મી સુધી લગભગ રોજ સરવે થાય એવી સંભાવના છે. સ્કીમમાં ડિસ્કલોઝર લાવવા માટેનું દબાણ એટલું બધું છે કે અધિકારીઓ એસી રિપેર કરનાર અને મરઘી વેચનારને પણ સાણસામાં લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...