તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાડકૂવામાં ટ્રેલર પાછળ કાર અથડાતાં 2નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા: સુરત ધૂલિયા નેશનલ હાઈવે 53 પર વ્યારા તાલુકાના તાડકૂવા ગામની સીમમાં સોનગઢ તરફ પસાર થતાં ટ્રેલરની પાછળ એક કાર ચાલકે અથડાવી દેતા કારનો કચ્ચરઘાણ ોવળી ગયો હતો. કારમાં સવારે બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
- તાડકૂવામાં ટ્રેલર પાછળ કાર અથડાતાં 2નાં મોત
- કાર લઇ સોનગઢ જવા નીકળેલા વ્યારાનાં ત્રણ યુવાનોને અકસ્માત નડતા બે પિતરાઈ ભાઈઓનાં મોત
- અકસ્માત: તાડકૂવાની સીમમાં આગળ ચાલતા ટ્રેલરમાં ધડાકાભેર કાર અથડાતાં કરૂણ દુર્ઘટના ઘટી
અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રેલર બે કિમી દૂર મળી આવતાં કાકરાપાર પોલીસ દ્વારા ટ્રેલરનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા નગર ખાતે પુલ ફળિયા નજીક રહેતા બે યુવાનો સાગરભાઈ બાબુભાઈ ઢોડિયા તથા જિગ્નેશભાઈ અશોકભાઈ ઢોડિયા (બંને રહે. પુલફળિયુ વ્યારા) તેમજ ચાલક સંકેત અનિલભાઈ પટેલ ત્રણે ઈસમો નંબરની ફોર્ડ ફીગો ગાડીમાં સોનગઢ તરફ જવા નીકળ્યા હતાં.

તે દરમિયાન અંદાજિત 5 કલાકે સુરત- ધૂલિયા હાઈવે નં 53 પર તાડકૂવા ગામની સીમમાં હેપ્પી હોમ રેસીડેન્સી સામે પસાર થતી વેળાએ ચાલક સંકેત પટેલ દ્વારા આગળ ચાલી રહેલા ખુલ્લા ટ્રેલર (RJ-01GA-6298) માં પાછળનાભાગે ધડાકભેર અથડાવી દીધુ હતું. જે અકસ્માતમાં ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાગર ઢોડિયા (21) અને જિગ્નેશ ઢોડિયા (21) બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સંકેત પટેલને ગંભીર ઈજા થતાં 108માં સારવાર અર્થે ખસેડાયા હતાં. અકસ્માત અંગે જાણ થતાં કાકરાપાર પોસઈ બી. સી. સોલંકી તથા સ્ટાફ ઘટના સ્થળે આવી હાઈવે પરનો ટ્રાફિક દૂર કરી બંને વિદ્યાર્થીઓ લાશ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બંને ભાવનગર કોલેજના વિદ્યાર્થી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...