તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: ટ્રાફિક નિયોજનથી 30 % અકસ્માત ઘટ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: ટ્રાફિકના નિરાકરણ માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા જંકશનો પર ઉભી કરાયેલી વ્યવસ્થાને કારણે વાહન અકસ્માતમાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીમાં છેલ્લા બે મહીનામાં વાહન અકસ્માતને કારણે થતા મોતની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે.
 
2016ના વર્ષની સરખામણીમાં 58 કેસમાંથી ચાલુ વર્ષે 19 અકસ્માતોનો સીધો ઘટાડો
 
શહેર પોલીસ દ્વારા શહેરની ખાડે પડી ગયેલી ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થીત કરવા માટે પુરજોર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જુદા જુદા ટ્રાફિક જંકશ્નો પર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાયોગીક રીતે ડાયવર્ઝન આપીને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ઘણી જગ્યાએ જો ખોટો નિર્ણય લેવાયો હોય અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હોય તો તેના ડ્રાયવર્ઝન પરત હટાવી પણ લેવાય છે. શહેર પોલીસ દ્વારા ટ્રાફિક માટે કરવામાં આવી રહેલી આ કામગીરીની સીધી અસર વાહન અકસ્માતો પર થઈ છે અને તેને કારણે વાહન અકસ્માતોમાં મોતની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીમાં છેલ્લા બે મહીના દરમિયાન વાહન અક્સમાતમાં મોતની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે.
 
છેલ્લા બે માસમાં અકસ્માતો ઘટ્યા

ટ્રાફિક વ્યવસ્થાને કારણે વાહન અક્સમાતમાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે જાન્યુ ફેબ્રુઆરી દરમિયાન થયેલા વાહન અકસ્માતમાં મોતની સામે છેલ્લા બે મહીનામાં વાહન અકસ્માતમાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. - સતીશ શર્મા, પોલીસ કમિશનર, સુરત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો