આજે 12 સા. પ્રવાહનું પરિણામ મેરિટ ઊંચુ જાય તેવી શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે 12 સા. પ્રવાહનું પરિણામ મેરિટ ઊંચુ જાય તેવી શક્યતા
કોલેજોમાં પ્રવેશ મેળવવા મુશ્કેલી થાય તેવા એંધાણ
સુરત: ગત માર્ચ મહિ‌નામાં લેવાયેલી બો‌ર્ડ‌ની પરીક્ષાઓમાં 12 સાયન્સનું પરિણામ જાહેર કર્યા બાદ શનિવારના રોજ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાણવા માટે વિદ્યાર્થી‍ઓ બો‌ર્ડ‌ની વેબસાઇટ,મેસેજ કરીને પણ પરિણામ જાણી શકશે.૧2 સાયન્સની જેમ સામાન્ય પ્રવાહનું પણ ઉંચુ રહેવાની શક્યતાઓ તજજ્ઞોએ વ્યકત કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા લેવામાં આવેલી સાયન્સ ફેકલ્ટીનું પરિણામ વધુ આવ્યું છે તે મુજબ તે પ્રમાણે ૧૨ સામાન્ય પ્રવાહનું પણ પરિણામ ઉંચુ રહેવાની પૂરી શક્યતા છે.પરિણામ ઉંચુ રહેતા વિદ્યાર્થી‍ઓને પ્રવેશમાં મુશ્કેલી પડવાની શક્યતાઓ છે.જેમાં વિદ્યાર્થી‍ઓને પોતાની મનગમતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી.વિદ્યાર્થી‍ઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આતુરતાથી રાહ જોઇ રહેલા પરિણામ આજે તેઓ મેળવી શકશે. બોર્ડનું પરિણામ આવતા જ વિદ્યાર્થી‍ઓએ કઇ કોલેજમાં એડમિશન લેવું તેના પ્લાનીંગની તૈયારી શરૂ કરવા લાગી જશે.
આ રીતે પરિણામ જાણી શકાશે
12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી જાણી શકાશે.
www.gseb.org, www.gipl.net
‡એસએમએસ : 12 સામાન્ય પ્રવાહ માટે વોડાફોન આઇડિયા, રિલાયન્સ,યુનિનોર અને બીએસએનએલના ધારકોએ પરિણામ માટે GJ12Gબેઠક ક્રમાંક લખીને SMS 58888111(ઉ.દા.GJ12G 123456) પર કરવાનો રહશે -એરટેલ ધારકો માટે >GJ12Gબેઠક ક્રમાંક લખીને SMS 5207011 નંબર પર કરી માત્ર રૂપિયા 1 ના દર થી જાણી શકાશે.
અન્ય સમાચારો પણ છે...